સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:

  • (1) ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે ?

    ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ જોવા મળે છે, જેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

    • (1) ભૂપૃષ્ઠ: ભારતમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, રણપ્રદેશો એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
    • (2) જમીન: ભારતમાં કાંપની, કાળી, પહાડી, રણ પ્રકારની એમ વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જે વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે.
    • (3) તાપમાન અને ભેજ: હિમાલયના ઠંડાપ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે.
    • (4) સૂર્યપ્રકાશ: વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે.
    • (5) વરસાદ: ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
  • (2) જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે ?

    જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ નીચે મુજબ છે:

    • (1) જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે.
    • (2) વાતાવરણને વિષમ બનતું અટકાવે છે.
    • (3) પ્રાણદાયી વાયુ ઑક્સિજન પૂરો પાડે છે.
    • (4) કાર્બન ડાયૉક્સાઈડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે.
    • (5) જંગલો પૂર નિયંત્રણ કરે છે અને જમીન ધોવાણ અટકાવે છે.
    • (6) જંગલો રણને આગળ વધતું અટકાવે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે.
    • (7) વન્યજીવસૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરાં પાડે છે.
    • (8) જંગલો હવા-પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે અને હવાને શુદ્ધ કરે છે.
  • (3) જંગલ વિનાશનાં કારણો કયાં કયાં છે ?

    જંગલોના વિનાશ માટે માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને સ્વાર્થવૃતિ મુખ્યત્વે જવાબદાર છે. મુખ્ય કારણો નીચે મુજબ છે:

    • (1) જમીનની ભૂખ: જમીન મેળવવાની ભૂખ (ખેતી અને રહેઠાણ માટે) સૌથી વધુ જવાબદાર છે.
    • (2) વિકાસ કાર્યો: વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણકાર્ય.
    • (3) વ્યવસાયિક ઉપયોગ: ઇમારતી અને બળતણ લાકડું મેળવવા માટે વૃક્ષછેદન.
    • (4) ખેતી પદ્ધતિ: ઝૂમ-ખેતી (સ્થળાંતરિત ખેતી)ના કારણે.
    • (5) કુદરતી કારણો: દાવાનળ (જંગલમાં લાગતી આગ).
  • (4) જંગલ વિનાશની અસરો કઈ કઈ છે ?

    જંગલ વિનાશની પર્યાવરણ પર ઘણી વિપરીત અસરો ઊભી થઈ છે:

    • (1) વરસાદનું પ્રમાણ ઘટવું અને દુષ્કાળ.
    • (2) ગ્લોબલ વૉર્મિંગ (વૈશ્વિક તાપવૃદ્ધિ) અને ગ્રીન હાઉસ ઈફેક્ટ (હરિતગૃહ પ્રભાવ).
    • (3) જમીન ધોવાણ અને રણીકરણ.
    • (4) વન્યજીવો તેમનાં કુદરતી આવાસ ગુમાવી નિરાશ્રિત થવા.
    • (5) પર્યાવરણની સમતુલા ખોરવાઈ જવી.
  • (5) “ઉષ્ણ કટીબંધીય જંગલોને નિત્ય લીલાં જંગલો કહે છે." – શા માટે ?

    ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોને નિત્ય લીલાં જંગલો કહે છે, કારણ કે:

    • (1) આ જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ હોય ત્યાં આવેલા છે.
    • (2) આ જંગલોમાં પાનખર જેવી કોઈ ચોક્કસ ઋતુ હોતી નથી.
    • (3) અહીંનાં વૃક્ષો બારેમાસ લીલાં રહે છે, જેથી તેને 'નિત્ય લીલાં જંગલો' પણ કહે છે.

૨. નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તર લખો:

  • (1) ભારતના જંગલોના પ્રકાર જણાવો.

    ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે ભારતીય કુદરતી વનસ્પતિને પાંચ ભાગમાં વહેંચી શકાય :

    • (1) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો: આ જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશમાં જ્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધુ હોય ત્યાં આવેલા છે. અહીંનાં વૃક્ષો બારેમાસ લીલાં રહેતા હોવાથી તેને નિત્ય લીલાં જંગલો પણ કહે છે. (વૃક્ષો: મેહોગની, અબનૂસ, રોઝવુડ, રબર).
    • (2) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો: આ જંગલો 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. અહીંનાં વૃક્ષો પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાંખે છે. (વૃક્ષો: સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ).
    • (3) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો: આ જંગલો 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. અહીંનાં વૃક્ષો અને છોડનાં મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે અને પર્ણ નાનાં હોય છે. (વૃક્ષો: બોરડી, બાવળ, થોર, ખીજડો).
    • (4) સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસનાં મેદાનો (હિમાલયની વનસ્પતિ): આ જંગલો હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળે છે. અહીં શંકુદ્રુમ આકારનાં વૃક્ષો હોય છે. (વૃક્ષો: ઓક, ચેસ્ટનટ, પાઈન, દેવદાર, સિલ્વર ફર, પ્રુસ, જુનીફર).
    • (5) ભરતીનાં જંગલો (મેન્ગ્રુવ): ભારતમાં દરિયાકિનારે અને નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં ભરતીનાં જંગલો આવેલાં છે. (વૃક્ષો: સુંદરી અને ચેર).
  • (2) જંગલોની ઉપયોગિતા લખો.

    જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. તેની ઉપયોગિતાને બે ભાગમાં વહેંચી શકાય:

    A. આર્થિક ઉપયોગિતા:

    • (1) ઇમારતી લાકડું: સાગ, સાલ, દેવદાર-ચીડ જેવાં લાકડાં ફર્નિચર, હોડી, રમત-ગમતનાં સાધનો, ચા અને દવાના પૅકિંગની પેટીઓ બનાવવા કામ લાગે છે.
    • (2) વન્ય પેદાશો: જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે.
    • (3) ઔષધીય વનસ્પતિ: આંબળા, બહેડાં, હરડે, અશ્વગંધા, સર્પગંધા, લીમડો, તુલસી જેવી વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે.
    • (4) અન્ય પેદાશો: ખાખરાનાં પાનમાંથી પતરાળાં-પડિયા, ખેરના લાકડામાંથી કાથો અને ટીમરૂનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
    • (5) આજીવિકા: જંગલો વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે.

    B. પર્યાવરણીય મહત્ત્વ:

    • (1) જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે.
    • (2) પ્રાણદાયી વાયુ ઑક્સિજન પૂરો પાડે છે અને કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરે છે.
    • (3) જંગલો પૂર નિયંત્રણ કરે છે, જમીન ધોવાણ અટકાવે છે અને રણને આગળ વધતું અટકાવે છે.
    • (4) જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે અને હવાને શુદ્ધ કરે છે.
    • (5) વન્યજીવસૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરાં પાડે છે.
  • (3) જંગલોના જતન માટેના ઉપાયો સ્પષ્ટ કરો.

    જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વનનીતિ અને 1988માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી. જંગલોના જતન માટેના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે:

    • (1) જાણકારી અને જાગૃતિ: જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી. પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા લોકજાગ્રતિ લાવવી.
    • (2) વૃક્ષછેદન અટકાવવું: વૃક્ષછેદન અટકાવવું અને ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી.
    • (3) વૃક્ષારોપણ: વનમહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું.
    • (4) શિક્ષણ: પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી અને પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી (જેમ કે 21 માર્ચ, 5 જૂન).
    • (5) ઊર્જાનો વિકલ્પ: લાકડાંના સ્થાને સૌર ઊર્જા, બાયો ઊર્જા, પવન ઊર્જા જેવા ઊર્જાના પુનઃપ્રાપ્ય સ્રોતોનો ઉપયોગ કરવો.
    • (6) આગ: જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું.

૪. નીચે આપેલ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો:

  • (1) વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

    (C) દસમું
  • (2) નીચે આપેલ વિધાનોમાં કર્યું વિધાન અયોગ્ય છે ?

    (C) ધ્રુવી : ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
  • (3) સાચાં જોડકાં જોડો :

    (A) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો (1) ચેર
    (B) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો (2) દેવદાર
    (C) ભરતીનાં જંગલો (3) બાવળ
    (D) શંકુદ્રુમ જંગલો (4) મેહોગની
    (B) A-4, B-3, C-1, D-2
  • (4) ચીડના રસમાંથી શું બને છે ?

    (B) ટર્પેન્ટાઇન
  • (5) અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ?

    (B) માળવાનો

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.