સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 21 સામાજિક પરિવર્તન : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 21 સામાજિક પરિવર્તન : સ્વાધ્યાય

૧. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

  • (1) ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

    સંયુક્ત રાષ્ટ્રોએ ૧૯૯૨માં જાહેર કરેલા બાળ અધિકારોને ભારતીય બંધારણમાં સ્થાન આપીને વ્યવહારમાં ચરિતાર્થ કરવા પ્રયત્નો કર્યા છે. ભારતીય બંધારણમાં સમાવાયેલા મુખ્ય બાળ અધિકારો નીચે મુજબ છે:

    • (૧) જીવન જીવવાનો અધિકાર: જાતિ, રંગ, લિંગ, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે.
    • (૨) પાલન-પોષણનો અધિકાર: માતા-પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન-પોષણ થાય તથા કોઈ ખાસ કારણ વિના બાળકને તેનાં માતાપિતાથી અલગ કરી શકાય નહીં.
    • (૩) શિક્ષણનો અધિકાર: પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.
    • (૪) રમતગમત અને મનોરંજનનો અધિકાર: દરેક બાળકને તેની વયકક્ષાને અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે.
    • (૫) સંસ્કૃતિ જાળવવાનો અધિકાર: દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો તથા પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે.
    • (૬) રક્ષણ અને સલામતીનો અધિકાર: દરેક બાળકને પોતાને કોઈપણ પ્રકારે થતાં શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચારો સામે, નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે.
    • (૭) સામાજિક સુરક્ષાનો અધિકાર: દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવનધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે.
  • (2) વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમનાં રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો.

    વૃદ્ધોની સમસ્યાઓ:

    વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓની સમસ્યાઓ વિશ્વવ્યાપી છે. ભારતમાં સરેરાશ આયુષ્યમાં વધારો થવાથી વૃદ્ધોની વસ્તી પણ વધી છે. તેમની મુખ્ય સમસ્યાઓ નીચે મુજબ છે:

    • સામાજિક અને શારીરિક સમસ્યા: વૃદ્ધોની વધતી વસતી અને સરેરાશ આયુષ્યમાં વધારાને કારણે સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્મ લે છે.
    • વિભક્ત કુટુંબ: પશ્ચિમી સંસ્કૃતિ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાએ સંતાનોને વૃદ્ધ માતા-પિતા તરફની નૈતિક ફરજો ભુલાવી છે.
    • આર્થિક અને લાગણીશૂન્ય વ્યવહાર: વૃદ્ધ માતાપિતાને આર્થિક મદદ, સંવેદના કે લાગણીશૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બનીને ‘ઘરડા ઘરો’ (વૃદ્ધાશ્રમો)માં રહેવાની ફરજ પડે છે.

    રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ:

    વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે સરકારે નીચે મુજબની જોગવાઈઓ કરી છે:

    • રાષ્ટ્રીય નીતિ અને પેન્શન: ‘વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ’-૧૯૯૯ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી, જે અન્વયે વૃદ્ધોને પેન્શન/આર્થિક સહાય (દા.ત. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના) આપવામાં આવે છે.
    • નાણાકીય રાહત: ‘સિનિયર સિટિઝન્સ’ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક કે પોસ્ટ ઑફિસમાં મૂકેલ ડિપોઝીટ પર વધુ વ્યાજની સવલત, તેમજ બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં ૩૦ ટકાથી ૫૦ ટકા સુધીની રાહત આપવામાં આવે છે.
    • સારસંભાળ અને કાયદો: સરકારે ‘માતા-પિતા અને સિનિયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો ૨૦૦૭’ અમલમાં મૂક્યો છે. આ કાયદા હેઠળ વૃદ્ધોને હેરાન કરતાં તેના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ છે. સંતાન પાસેથી ભરણપોષણ મેળવવાને તેઓ હક્કદાર બન્યાં છે.
    • સુવિધાઓ: રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ‘ઘરડાંઘર’ ખોલ્યા, અને શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચાઓ ખુલ્લા મૂક્યા.
  • (3) માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.

    માહિતી મેળવવાના અધિકારના હેતુઓ:

    માહિતીના (મેળવવાના) અધિકાર બાબતનો અધિનિયમ-૨૦૦૫ (RTI-૨૦૦૫) કેન્દ્ર સરકારે ૧૫મી જૂન ૨૦૦૫ના રોજ બહાર પાડ્યો છે. તેના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે:

    • પારદર્શકતા: વહીવટી કામગીરી પારદર્શક, સ્વચ્છ અને સરળ બને.
    • ઝડપી કામગીરી: સરકારી કર્મચારી દ્વારા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં કામ પૂરું કરવાની બાંહેધરી આપીને, કાર્યક્ષેત્રમાં થતો વિલંબ દૂર કરવો.
    • જવાબદારી: વહીવટમાં જાહેર જવાબદારી વધારવી અને તેમાં પ્રજાકીય સહયોગ પ્રાપ્ત કરવો.
    • માહિતીની પ્રાપ્તિ: કોઈપણ નાગરિક તેનાં અટકેલાં કાર્યો અંગે કે યોજનાઓના અમલીકરણ અંગે સંબંધિત વિભાગના ઉપરી અધિકારીને પ્રશ્નો પૂછીને સાચી માહિતી મેળવી શકે.
    • ભ્રષ્ટાચાર પર અંકુશ: ભ્રષ્ટાચારને જાકારો આપવા આ એક ક્રાંતિકારી અધિનિયમ છે.

    માહિતી મેળવવાની પ્રક્રિયા:

    • અરજીનું સ્વરૂપ: અરજી નિયત નમૂનામાં, સ્વહસ્તાક્ષરમાં, ટાઈપ કરેલ કે ઈ-મેઈલ દ્વારા પણ જે-તે વિભાગમાં કરી શકાય છે. અરજીમાં કયા કારણોસર માહિતી માંગી છે તેનાં કારણો જણાવવાની જરૂર નથી.
    • ફી: અરજદારે નિર્ધારિત ફીની રકમ (હાલમાં રૂ. ૨૦) રોકડમાં અથવા પોસ્ટલ ઓર્ડર, પે-ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે જોડવાની રહે છે.
    • બીપીએલ: બી.પી.એલ યાદી હેઠળના કુટુંબની વ્યક્તિએ કોઈ જ ફી કે નકલો અંગેનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી.
    • સમયમર્યાદા: અરજી સ્વીકાર્યાના ૩૦ દિવસમાં અરજીનો નિકાલ મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIO) કરશે.
    • અપીલ: જો ૩૦ દિવસમાં માહિતી ન મળે કે માહિતી આપવાનો ઇનકાર થાય તો, નારાજ થયેલ પક્ષકાર જાહેર માહિતી અધિકારી (PIO) ને ૩૦ દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે.
  • (4) બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.

    કેન્દ્ર સરકારે ૨૦૦૯ની સાલમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો (RTE-૨૦૦૯) અમલમાં મૂક્યો. ભારતીય બંધારણના ૮૬મા સુધારા મુજબ ૬ થી ૧૪ વર્ષની વયજૂથનાં તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:

    • (૧) વયમર્યાદા અને પ્રવેશ: ૬ થી ૧૪ વર્ષની ઉંમર ધરાવતા દરેક બાળકને તેના રહેઠાણથી નજીકમાં હોય એવી શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર-પુરાવા ન હોવા છતાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં.
    • (૨) ફી પર પ્રતિબંધ: પ્રવેશ સમયે દાન કે કેપિટેશન ફી સ્વરૂપે કે અન્ય ફી પેટે કોઈ પણ રકમ લઈ શકાતી નથી. પ્રવેશ સમયે બાળક કે માતા-પિતાનો ઈન્ટરવ્યૂ કે પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપી શકાશે નહીં.
    • (૩) ખાનગી શાળામાં અનામત: સરકારમાન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૧ (એક)માં વર્ગની કુલ ક્ષમતાની ૨૫ ટકાની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાની જોગવાઈ છે.
    • (૪) શિક્ષણનો સમયગાળો: બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી હાંકી કાઢી શકાશે નહીં.
    • (૫) શિક્ષકો અને ગુણવત્તા: શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહીં. ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવા શાળાકીય શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાઓના ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યા છે.
    • (૬) પ્રિ-સ્કૂલ: ૩ થી ૫ વર્ષની વયજૂથનાં બાળકોના શિક્ષણ માટે પ્રિ-સ્કૂલના (બાળમંદિર) શિક્ષણ, અભ્યાસક્રમ, મૂલ્યાંકન અને તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ અંગેના નિયમો સૌપ્રથમવાર ઘડીને ક્રાંતિકારી પગલું ભર્યું છે.
  • (5) રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચો.

    કેન્દ્ર સરકાર દ્વારા ૫ જુલાઈ, ૨૦૧૩ના રોજથી રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો (RTF-૨૦૧૩) અમલમાં આવ્યો. આ ધારા હેઠળ ‘મા અન્નપૂર્ણા યોજના’ અન્વયે અનાજ વિતરણ સંબંધી અને જાહેર વિતરણ પ્રણાલી (PDS) સંબંધિત મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:

    અ. અનાજ વિતરણ સંબંધી જોગવાઈઓ:

    • અંત્યોદય કુટુંબો: રાજ્યના અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ ૩૫ કિગ્રા અનાજ મફતમાં વિતરણ કરવું.
    • અગ્રિમ કુટુંબો (BPL/ગરીબ મધ્યમવર્ગ): આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓને અનાજ પેટે ઘઉં ₹ ૨.૦૦ પ્રતિ કિલો, ચોખા ₹ ૩.૦૦ પ્રતિ કિલો અને મોટું અનાજ ₹ ૧.૦૦ પ્રતિ કિલોના ભાવે સમયસર, નિયત માત્રામાં, ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું.
    • અન્ય વસ્તુઓ: ગુજરાત સરકાર ખાંડ, આયોડાઇઝ મીઠું, કેરોસીન અને વર્ષમાં બે વખત ખાદ્ય તેલનું રાહતદરે વિતરણ રેશનીંગની દુકાનો મારફત કરે છે.
    • સગર્ભા સ્ત્રીઓ: ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાયરૂપે ₹ ૬,૦૦૦ની રકમ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાશે.

    બ. જાહેર વિતરણ પ્રણાલી (PDS) સંબંધિત જોગવાઈઓ:

    • વિતરણ વ્યવસ્થા: ‘વાજબી ભાવની દુકાનો’ દ્વારા નિયમિતપણે, સારી ગુણવત્તાવાળો માલ, નિયત જથ્થામાં રાહતદરે પૂરો પાડવામાં આવે છે.
    • ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા: PDS માં સુધારણા કરીને તેને સુદૃઢ બનાવવા બાયોમૅટ્રીક ઓળખ, એપીકકાર્ડ, બારકોડેડ રેશનકાર્ડ કે અન્નકૂપન જેવી બાબતો અમલમાં મૂકી છે.
    • ફરિયાદ નિવારણ: આ વિધેયક હેઠળ ‘આંતરિક ફરિયાદ નિવારક તંત્ર’ ઊભું કરવું અને ફરિયાદોના નિવારણ અર્થે ‘નોડેલ અધિકારી’ નિમવા, તેમજ ‘રાજ્ય અન્ન આયોગ’ની રચના કરવાની રહેશે.
    • લાભાર્થીઓની યાદી: રાજ્ય સરકારો આ અગ્રિમ કુટુંબોની યાદી અદ્યતન કરશે અને તેને ગ્રામપંચાયત, ગ્રામસભા, વગેરે સ્થળોએ જાહેરમાં પ્રદર્શિત કરશે.
  • (6) દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી સુવિધાઓ વર્ણવો.

    દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ૨૦૧૬ અનુસાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને તેઓ સરળતાથી શિક્ષણ મેળવી શકે તે માટે નીચેની મુખ્ય સુવિધાઓ આપવામાં આવે છે:

    • શૈક્ષણિક પ્રવેશ અને વાતાવરણ: દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, શિક્ષણ, રમતગમત જેવી અન્ય પ્રવૃત્તિઓમાં સમાન તક આપવામાં આવે છે. તેઓને મફત શિક્ષણ અને વિનામૂલ્યે વિશિષ્ટ સાધનોનો લાભ મળે તે સુનિશ્ચિત કરવું.
    • ભૌતિક સુવિધાઓ: શૈક્ષણિક સંસ્થાઓમાં ઢાળવાળો રેમ્પ, અવર-જવરની અડચણો દૂર કરવી, બેસવાની ખુરશી તથા બેંચની વ્યવસ્થા, અને અલગ ટોઇલેટ-બાથરૂમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે.
    • પરીક્ષામાં સવલતો: પરીક્ષા ફીમાંથી મુક્તિ, વિષય પસંદગીમાં છૂટછાટ. ત્રણ કલાકનાં પ્રશ્નપત્રમાં ૩૦ મિનિટનો વધારે સમય આપવો. જવાબવહી લેખનમાં લહિયાની સુવિધા અને ૨૦% પાસિંગ ધોરણ. દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપિમાં પ્રશ્નપત્રની સુવિધાઓ આપવામાં આવે છે.
    • આર્થિક સહાય: નોંધપાત્ર દિવ્યાંગતાવાળા વિદ્યાર્થીઓ માટે યોગ્યતા અનુસાર શિષ્યવૃત્તિ આપવી.
    • પરિવહન અને સાધન સામગ્રી: એસ.ટી. બસ પાસ, રેલવે પાસ વગેરેમાં કન્સેશન આપવામાં આવે છે. સહાયક સાધન સામગ્રી તરીકે વ્હીલચેર, કૃત્રિમ હાથ-પગ, શ્રવણયંત્ર, સ્ટીક, બ્રેઈલ ટેક્સબુક વગેરે પૂરાં પાડવા.

૨. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો :

  • (1) સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો.

    સામાજિક પરિવર્તન એટલે સમાજની રચનાના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતો બદલાવ. સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો નીચે મુજબ છે:

    • પશ્ચિમીકરણ: તેનાથી સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યાં, લોકોની જીવનશૈલી, સાહિત્ય, કલા-સંગીત અને નૃત્યના ક્ષેત્રોમાં બદલાવ આવ્યો.
    • વૈશ્વિકીકરણ: તેનાથી લોકો એક-બીજાની સંસ્કૃતિથી પરિચિત થયાં અને ભૌતિક ચીજો, ભોગવિલાસનાં સાધનો છેક ગ્રામીણ સમાજ સુધી પહોંચ્યાં.
    • શહેરીકરણ: તેનાથી સમાજમાં ભૌતિક પરિવર્તનો આવ્યા અને લોકોનાં જીવનધોરણ સુધર્યાં.
    • કાયદાકીય જ્ઞાન: કાયદાનું સામાન્ય જ્ઞાન અને તેની જાણકારી પણ સમાજમાં જવાબદાર નાગરિક તરીકેની ફરજો અદા કરવા માટે જરૂરી છે.
  • (2) કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે ?

    ભારતમાં સાક્ષરતાનું નીચું પ્રમાણ અને રોજિંદા વ્યવહારમાં જરૂરી એવાં નીતિ-નિયમોની જાણકારીના અભાવે લોકોનું કાયદાઓનું સામાન્ય જ્ઞાન ઓછું જોવા મળે છે. તેથી કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેના કારણોસર અત્યંત જરૂરી બની છે:

    • ગુનાહિત કાર્યથી બચવા: કાયદાના શિક્ષણ થકી પ્રજાજન કાયદાનો ભંગ કરતાં કે ગુનાહિત કાર્ય કરતાં અટકે છે અને શિક્ષા, દંડની જોગવાઈઓથી બચી શકે છે.
    • શોષણ સામે લડવા: શોષણ અને અન્યાય સામે લડવા કેવાં કાયદેસરનાં પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકે છે.
    • અધિકારોનું રક્ષણ: બંધારણીય હક્કો અને વ્યક્તિગત હિતોના રક્ષણાર્થે, અધિકારો સારી રીતે ભોગવી શકે.
    • પ્રતિષ્ઠિત જીવન: કાયદાના જ્ઞાન અને સમજથી પ્રત્યેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે છે.
    • રાષ્ટ્ર પ્રત્યે વફાદારી: સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે તેની વફાદારી વધે.
  • (3) ‘બાળવિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે' સમજાવો.

    કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેનાં બાળકોની સુરક્ષિતતા, શિક્ષણ, સંસ્કાર અને તેને પૂરી પાડેલ વિકાસની તકો પર નિર્ભર છે. આથી, બાળવિકાસને આર્થિક વિકાસની પૂર્વશરત ગણવામાં આવે છે:

    • સંપત્તિરૂપ: બાળકો રાષ્ટ્રની સંપત્તિરૂપ હોય તો તેનો ઉછેર, સારસંભાળ અને વિકાસ ખૂબ જ કાળજીપૂર્વક અને જવાબદારી પૂર્વક કરવો જરૂરી છે.
    • ભાવિ નાગરિક: જો બાળક શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હશે તો તે સારો નાગરિક બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકશે.
    • વ્યક્તિત્વનો વિકાસ: બાળકો શારીરિક દૃષ્ટિએ સ્વસ્થ, માનસિક રીતે ચેતનવંત બને અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરે તે જોવાની આપણી પ્રાથમિક ફરજ બની રહે છે.
    • આશીર્વાદરૂપ: આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ બનશે અને રાષ્ટ્રને મહાસત્તા બનાવવા માટે મદદરૂપ થશે.

    આમ, બાળવિકાસ અને બાળકલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વશરત છે.

  • (4) ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.

    ભ્રષ્ટાચાર એ સાર્વજનિક હોદા કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તે છે. ભ્રષ્ટાચારને દૂર કરવાના સરકારી પ્રયાસો નીચે મુજબ છે:

    • લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો: ૧૯૬૪માં ‘કેન્દ્રિય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો’ની સ્થાપના કરી, જે સરકારી તંત્રમાં વકરેલા ભ્રષ્ટાચારની બદીને દૂર કરવાના પ્રયાસો કરે છે.
    • ભ્રષ્ટાચાર વિરોધી નિયમો: ભારત સરકારે ‘ભ્રષ્ટાચાર વિરોધી નિયમો- ૧૯૮૮’ ઘડ્યો, જે સાર્વજનિક જીવનને શુદ્ધ કરવું અને સત્તા કે પદનો દુરુપયોગ થતો રોકવાનો હેતુ ધરાવે છે.
    • સંપત્તિની માહિતી: જાહેર સેવક, ઉચ્ચ પદાધિકારીઓ, રાજકારણીઓએ પદ ધારણ કરતાં પહેલાં પોતાની તમામ સંપત્તિની માહિતી સોગંદનામું કરીને જાહેર કરવાનું ફરજિયાત છે.
    • માહિતી અધિકાર: ‘માહિતી અધિકાર - ૨૦૦૫’ અને ‘નાગરિક અધિકાર પત્ર’ બહાર પાડયો છે, જે પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારે છે.
    • કાયદાકીય સુધારા: કેન્દ્ર સરકારે બ્લેકમની એકટ - ૨૦૦૫ ઘડ્યો, જેમાં ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે સમાવેશ કર્યો છે. અન્ય કાયદાઓમાં પણ સુધારા કર્યા છે.
    • લોકપાલ અને લોકાયુક્ત: લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરીને કાળુંનાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના નક્કર પ્રયાસો કર્યા છે.
  • (5) અન્ન સલામતી વિધેયકના હેતુઓ વર્ણવો.

    રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો (RTF-૨૦૧૩) ૫ જુલાઈ, ૨૦૧૩ના રોજથી અમલમાં આવ્યો. આ વિધેયકનો મુખ્ય હેતુ ‘દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ’ સુનિશ્ચિત કરવાનો છે. તેના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે:

    • માંગ સંતોષવી: દેશની વધતી જતી વસતીની અનાજની કુલ માંગને સંતોષવા તેમ જ દરેક સમયે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે, ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું.
    • કુપોષણ નિવારણ: બાળકોમાં કે પ્રજામાં કુપોષણની સમસ્યા નિવારવા માટેનો યોગ્ય પ્રબંધ કરવો અને પોષણક્ષમ આહારના કુલ ઉત્પાદનમાં વધારાને પ્રોત્સાહન આપવા માટે.
    • વિતરણ પ્રણાલી સુદૃઢ કરવી: જાહેર વિતરણ પ્રણાલી (PDS)ને વધુ સુદૃઢ, પારદર્શક અને સરળ બનાવવા.
    • અગ્રિમ કુટુંબોને સહાય: અંત્યોદય યોજના અને બી.પી.એલ. યાદીમાં નોંધાયેલાં અગ્રિમ કુટુંબોને અન્ન સુરક્ષા, પોષણક્ષમ આહાર રૂપે જરૂરી માત્રામાં રાહતદરે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે.
    • માતાઓ અને બાળકોને સહાય: ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓને પોષણક્ષમ માત્રામાં અનાજની જરૂરિયાતની સહાય કરવા માટે.
  • (6) દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો.

૩. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો

  • (1) બાળશ્રમિકની માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે ?

    બાળશ્રમિકની માંગનું પ્રમાણ વધુ હોય છે કારણ કે તેઓ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદનનું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતાં તેમને ઓછા વેતને કે ઓછી મજૂરી-પગાર ચૂકવીને કામ કરાવી શકાય છે. ઉપરાંત, તેઓ અસંગઠિત હોવાથી શોષણ સરળતાથી કરી શકાય છે.

  • (2) નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો.

    ભારતીય બંધારણમાં લોકતંત્રની સ્થાપના માટે પ્રત્યેક નાગરિકને આપવામાં આવેલા છ મૂળભૂત અધિકારો આ મુજબ છે: (૧) સમાનતાનો અધિકાર, (૨) સ્વતંત્રતાનો અધિકાર, (૩) શોષણ વિરોધી અધિકાર, (૪) ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, (૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અને (૬) બંધારણીય ઇલાજોનો અધિકાર.

  • (3) બાળમજૂરીનાં વિવિધ સ્વરૂપો વર્ણવો.

    બાળમજૂરી સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે જોવા મળે છે. તેનાં વિવિધ સ્વરૂપો આ મુજબ છે: (૧) ફેક્ટરીઓ, બાંધકામના ક્ષેત્રમાં, જોખમી વ્યવસાયોમાં (જેમ કે ફટાકડાના વ્યવસાયમાં), (૨) કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યોમાં (ખેત મજૂર, પશુ પાલન), (૩) ઘરનોકર, ચા-નાસ્તાની લારી-ગલ્લાઓ, હોટલો કે ઢાબાઓમાં, (૪) ભીખ માંગતા, કે રસ્તા પર સાફ-સફાઈના કામો કરતાં.

  • (4) ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે. શા માટે ?

    ભ્રષ્ટાચાર ભાવવધારાનું કારણ છે, કારણ કે ભ્રષ્ટાચારને કારણે કાળું નાણું ઉત્પન્ન થાય છે. આ કાળું નાણું ધરાવતા લોકો બિનજરૂરી વસ્તુઓની માંગ વધારે છે અને ઝડપથી ખર્ચ કરી નાખવાનું વલણ ધરાવે છે. આનાથી ખરીદશક્તિ વધે છે અને બજારમાં ભાવવધારો થાય છે.

  • (5) “મા અન્નપૂર્ણા યોજના'ની મહત્ત્વની જોગવાઈ જણાવો.

    મા અન્નપૂર્ણા યોજનારાષ્ટ્રીય અન્ન સલામતી ધારા અન્વયે ગુજરાતમાં અમલમાં આવેલી યોજના છે. તેની મહત્ત્વની જોગવાઈ એ છે કે, અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ ૩૫ કિગ્રા અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબ એવા મધ્યમવર્ગના પરિવારોને સસ્તાદરે પ્રતિમાસ વ્યક્તિદીઠ ૫ કિગ્રા અનાજ (ઘઉં ₹૨/કિલો, ચોખા ₹૩/કિલો) વાજબી ભાવની દુકાનો દ્વારા પૂરું પાડવું.

  • (6) દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 પ્રસિદ્ધ કરેલ છે. શા માટે ?

    દિવ્યાંગજન અધિકાર અધિનિયમ ૨૦૧૬ સરકારે પ્રસિદ્ધ કર્યો છે, કારણ કે દિવ્યાંગ વ્યક્તિઓને જન્મજાત ગરિમા, તેમના પ્રત્યે આદર સ્વીકાર કરી અને મૈત્રીભાવ સાથે સમાન તક મળે. તેઓ સમાજના દરેક ક્ષેત્રમાં સહભાગીદારી કરી શકે અને ભેદભાવનો ભોગ ન બને તેવા સિદ્ધાંત સ્વીકારવામાં આવેલ છે.

૪. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો

  • (1) ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે ?

    (C) પશ્ચિમીકરણ
  • (2) માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું ?

    (B) સંયુક્ત રાષ્ટ્રો
  • (3) 'વિશ્વ વૃદ્ધદિન'ની ઉજવણી કઈ તારીખે થાય છે ?

    (B) 1લી ઓક્ટોબર
  • (4) નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે ?

    (D) રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો
  • (5) મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે ?

    (D) પ્રવેશ સમયે કેપિટેશન ફી
  • (6) જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે ?

    (C) બાયોમેટ્રીક ઓળખ
  • (7) દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે?

    (D) 18 વર્ષ