સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 7 આધુનિક ભારતમાં કલા : સ્વાધ્યાયા

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 7 આધુનિક ભારતમાં કલા : સ્વાધ્યાયા


1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :

  1. વડોદરામાં 'કલાભવન'ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
    વડોદરામાં 'કલાભવન'ની સ્થાપના મહારાજા સયાજીરાવ દ્વારા કરવામાં આવી હતી.
  2. પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં-ક્યાં થયો હતો ?
    પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી થયો હતો.
  3. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો-કોનો સમાવેશ થાય છે ?
    ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર, હુમાયુ, અકબર, અને જહાંગીરનો સમાવેશ થાય છે.
  4. ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી ?
    ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથ ટાગોરે ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ'ની સ્થાપના કરી.
  5. ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે ?
    ગુજરાતમાં જૈન શૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે.

2. ટૂંક નોંધ લખો :

  1. રાજા રવિવર્મા

    રાજા રવિવર્માનો જન્મ કેરલના કિલિમન્નુર ગામમાં થયો હતો અને તેઓ રાજવી કુટુંબના સભ્ય હોવાથી 'રાજા રવિવર્મા' તરીકે ઓળખાયા. તેમના સમયમાં કલા ક્ષેત્રે પાશ્ચાત્ય કલાનો પ્રભાવ હતો. તેમણે યુરોપિયન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી. તેમનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં અને વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયો પર ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં, જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર ખૂબ વિખ્યાત છે.

    1894માં તેમણે મુંબઈમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું, જ્યાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો છાપવામાં આવતા, જે સામાન્ય લોકો માટે પોસાય તેવા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ તેમને આમંત્રિત કરીને રાજકુટુંબનાં અને પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. બ્રિટિશ સરકારે તેમને 'કૈસરે હિંદ'નો ખિતાબ આપી સન્માનિત કર્યા હતા. તેમનાં ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલય, વડોદરાની ફતેસિંહરાવ આર્ટ ગેલેરી, અને ભાવનગરના દરબારમાં સચવાયેલા છે.

  2. રાજપૂત શૈલી

    રાજપૂત શૈલી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે 10મીથી 16મી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી. આ શૈલીમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. આ રાજાઓ ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી, રાજપૂત ચિત્રકલાના કેન્દ્રમાં રાજવીઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, અને ઉત્સવો રહેતા હતા. રાધા-કૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન પણ આ શૈલીના મુખ્ય વિષયો હતા.

    રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર, અને જોધપુર જેવા સ્થળોએ આ શૈલીનો ખૂબ વિકાસ થયો હોવાથી તેને 'રાજસ્થાન શૈલી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચિત્રોમાં શાસકો અને તેમના સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે.

  3. કાંગડા શૈલી

    કાંગડા શૈલી ભારતીય ચિત્રકલાનું એક આગવું પાસું છે. આ શૈલી હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોના સહયોગથી વિકસાવવામાં આવી હતી. કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા, અને મંડી તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. આ શૈલીના મહાન ચિત્રકાર મોલારામ હતા. કાંગડા શૈલીના મુખ્ય વિષયોમાં ભગવાન શ્રીકૃષ્ણ, કૃષ્ણભક્તિ, અને હિમાલયના કુદરતી સૌંદર્યનો સમાવેશ થાય છે. આ શૈલીમાં ચિત્રો ખૂબ જ સુંદર અને ભાવનાત્મક રીતે આલેખાયેલા જોવા મળે છે. પહાડી વિસ્તારોના કુદરતી વાતાવરણની સુંદરતા આ શૈલીના ચિત્રોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.


3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :

  1. જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે ?
    સિત્તાનાવસલની ગુફાઓ
  2. જૈન શૈલીનાં ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો ?
    કથાસરિતસાગર
  3. ચિત્ર-પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ખરીધ્યું હશે ?
    પીરાજી સાગરા
  4. એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલી. તો ચિત્રનો વિષય કયો હશે ?
    કૃષ્ણભક્તિ

4. જોડકાં જોડો :

(1) જહાંગીર (F) ચિત્રશાળાની સ્થાપના
(2) પાલ શૈલી (D) જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો
(3) મુઘલ શૈલી (E) પશુપંખીઓ અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો
(4) દેવીપ્રસાદ રોય ચૌધરી (B) મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના
(5) રવીન્દ્રનાથ ટાગોર (C) ચિત્રકલાના ભીષ્મપિતામહ