સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો : સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
-
અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં કોઈ પણ ત્રણ શહેરોનાં નામ જણાવો.અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં ત્રણ શહેરોનાં નામ: કોલકાતા, સુરત, અને મુંબઈ.
-
ભારતમાં સૌપ્રથમ રેલવેલાઈન કયાં બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી ?ભારતમાં સૌપ્રથમ રેલવેલાઈન મુંબઈથી થાણા સુધી શરૂ થઈ હતી.
-
નવી દિલ્લીનું નિર્માણ અંગ્રેજકાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું ?નવી દિલ્લીનું નિર્માણ અંગ્રેજકાળમાં રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું.
-
ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ક્યાં શરૂ થઈ હતી ?ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ઈ.સ. 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
-
અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો.
અંગ્રેજોના આગમન પહેલાં, ભારતના ગૃહઉદ્યોગો ખૂબ સમૃદ્ધ હતા. ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, અને પીંજણકામ જેવા ગૃહઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો. ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી કારણ કે લોકો અશુદ્ધ લોખંડને શુદ્ધ કરીને વેચતા અને અન્ય અનેક ગૃહઉદ્યોગો ચલાવતા.
જોકે, અંગ્રેજ શાસનની શરૂઆત સાથે, પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પકલા, ધાતુકલા, અને ગરમ મસાલા ઉદ્યોગ નાશ પામવા લાગ્યા. ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિને કારણે, ત્યાંના આધુનિક કારખાનાઓમાં બનેલો માલ ભારતમાં સસ્તા ભાવે વેચાતો હતો, જેની સામે ભારતીય હાથવણાટના કારીગરો ટકી શક્યા નહિ અને બેકાર બન્યા. અંગ્રેજોએ ભારતને માત્ર કાચા માલના સપ્લાયર અને તૈયાર માલના બજાર તરીકે ગણાવવાનું શરૂ કર્યું. આથી, ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો.
-
અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય કાપડ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પછી, ઇંગ્લેન્ડમાં યંત્રસામગ્રીનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન થવા લાગ્યું. આ કાપડ ભારતીય બજારોમાં સસ્તા ભાવે વેચાતું હતું, જેની સામે ભારતીય હાથવણાટના કારીગરો ટકી શક્યા નહિ અને બેકાર બન્યા. તેમ છતાં, ભારતની સ્વદેશી કાપડ કલા સંપૂર્ણપણે નાશ પામી નહોતી, કારણ કે જટિલ ભાતવાળી સાડીઓ અને કિનારીઓ બનાવવા માટે હાથવણાટના કારીગરોની જરૂરિયાત રહેતી હતી.
આધુનિક કાપડ ઉદ્યોગની શરૂઆત ધીમી ગતિએ થઈ. ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ઈ.સ. 1854માં મુંબઈમાં શરૂ થઈ. ત્યારબાદ અમદાવાદ, નાગપુર, સોલાપુર અને મદ્રાસ જેવા સ્થળોએ પણ મિલો સ્થપાઈ. એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી, જેના કારણે તેને ભારતનું 'માન્ચેસ્ટર' કહેવામાં આવતું હતું. રણછોડલાલ રેંટિયાવાળાએ 1861માં અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી. મહાત્મા ગાંધીના સ્વદેશી આંદોલને હાથવણાટ અને કુટીર ઉદ્યોગોને ફરીથી પ્રોત્સાહન આપ્યું.
-
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં અશાંતિ ફેલાવાને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. જમશેદજી તાતાએ સાકચી (હાલનું જમશેદપુર)માં ભારતનું સૌપ્રથમ લોખંડનું કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના સાથે જ ભારતમાં લોખંડ-પોલાદ જેવા પાયાના ઉદ્યોગોનો પ્રારંભ થયો. નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવા લાગ્યું, જેના કારણે જૂની ભઠ્ઠીઓમાં બનેલા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે અંગ્રેજોના કાયદા મુજબ જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ બની ગયો હતો.
લોખંડ-પોલાદના ઉત્પાદનની શરૂઆતથી બીજા ક્ષેત્રના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળ્યું. બેંગલૂરુમાં 'ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ' જેવી સંસ્થાની સ્થાપના થવાથી આ ઉદ્યોગને નવી દિશા મળી. કૂલટી, બુરહાનપુર, અને ભદ્રાવતી જેવા સ્થળોએ પણ લોખંડ-પોલાદના કારખાના શરૂ થયા, જેનાથી ભારતમાં ધાતુવિદ્યામાં પ્રગતિ થઈ. આમ, ધીમે-ધીમે ભારતમાં આધુનિક ઉદ્યોગોનો પાયો નંખાયો.
3. (અ) નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :
-
બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો ?પોર્ટુગીઝોએ
-
‘ફૉર્ટ વિલિયમ' કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?કોલકાતા
-
કયા શહેરને ભારતનું ‘માન્ચેસ્ટર' કહેવામાં આવતું ?અમદાવાદ
-
કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી ?ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
3. (બ) જોડકાં જોડો :
| અ | બ |
|---|---|
| (1) લોખંડ-પોલાદ ઉદ્યોગ | (C) જમશેદપુર |
| (2) કાપડ ઉદ્યોગ | (D) અમદાવાદ |
| (3) ફૉર્ટ સેન્ટ જ્યોર્જ | (E) ચેન્નઈ |
| (4) ફૉર્ટ વિલિયમ | (A) કોલકાતા |