સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 17 ન્યાયતંત્ : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 17 ન્યાયતંત્ : સ્વાધ્યાય


1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :

  1. ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય ?
    ફોજદારી દાવામાં ચોરી, લૂંટફાટ, ખૂન, અને મારામારી જેવી બાબતોનો સમાવેશ કરી શકાય છે.
  2. સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય ?
    જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે.
  3. આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ?
    આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

  1. વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો.

    વડી અદાલત રાજ્યના ક્ષેત્રમાં સર્વોપરી છે અને કાયદાનું અર્થઘટન કરીને ન્યાય આપે છે. તેની સત્તા અને કાર્યો નીચે મુજબ છે:

    • વડી અદાલત દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે.
    • બંધારણની કલમ-226 અનુસાર, મૂળભૂત હકોના રક્ષણ માટે આદેશો અને હુકમો જારી કરી શકે છે.
    • તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળે છે.
    • તે તાબાની અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે અને તેમના માટે સામાન્ય નિયમો બનાવી કે સુધારી શકે છે.
    • વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
  2. લોકઅદાલતના ફાયદા જણાવો.

    લોકઅદાલત એ ન્યાયને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કાર્યરત છે. તેના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે:

    • લોકઅદાલતના માધ્યમથી ઘણા કેસોનું ઝડપી અને સુખદ સમાધાન થઈ જાય છે.
    • તેનાથી નાગરિકો અને કોર્ટના સમય અને નાણાંની બચત થાય છે.
    • લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે.

    લોકઅદાલતનો સૌપ્રથમ પ્રયોગ ગુજરાતથી શરૂ થયો હતો અને તે કોર્ટમાં કેસોના ભારણને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

3. ખાલી જગ્યા પૂરો :

  1. ન્યાયની દેવીએ પોતાના હાથમાં ............. અને ............. ધારણ કરેલ છે.
    ત્રાજવું, તલવાર
  2. વડી અદાલતના ચુકાદા સામે ............. અદાલતમાં અપીલ કરી શકાય છે.
    સર્વોચ્ચ
  3. ગુજરાત રાજ્યની વડી અદાલત ............. શહેરમાં છે.
    અમદાવાદ
  4. આપણા દેશની સર્વોચ્ચ અદાલત ............. શહેરમાં છે.
    દિલ્લી