સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 14 આપત્તિ-વ્યવસ્થાપન : સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :
-
કુદરતી આપત્તિ કોને કહેવાય ?જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો જવાબદાર હોય, તેને કુદરતી આપત્તિ કહે છે.
-
આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ-કઈ છે ?આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓમાં પૂર, વાવાઝોડું, ત્સુનામી, તીડ-પ્રકોપ, અને મહામારીનો સમાવેશ થાય છે.
-
આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ-કઈ છે ?આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, અને ભૂસ્ખલનનો સમાવેશ થાય છે.
-
માનવસર્જિત આપત્તિ કઈ-કઈ છે ?માનવસર્જિત આપત્તિઓમાં આગ, હુલ્લડ, બોમ્બ-વિસ્ફોટ, અને ઔદ્યોગિક અકસ્માતનો સમાવેશ થાય છે.
-
દાવાનળ કોને કહેવાય ?જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે.
-
ભૂસ્ખનલની ઘટનાઓ કયાં ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે.ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે.
-
મહામારીની પરિસ્થિતિ એટલે શું ?ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારે જે સ્થિતિ સર્જાય છે, તેને મહામારીની પરિસ્થિતિ કહે છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
-
દાવાનળ કયા-કયા સંજોગોમાં ફાટી નીકળે છે ?
દાવાનળ કુદરતી અને માનવસર્જિત બંને કારણોથી ફાટી નીકળી શકે છે. માનવપ્રવૃત્તિમાં સળગતી બીડી કે સિગારેટ બુઝાવ્યા વિના ફેંકવાથી, પશુ ચરાવનારાઓ દ્વારા બેદરકારીથી ચૂલા ઓલવ્યા વિના જતા રહેવાથી, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસ લાઈનમાં અકસ્માત થવાથી, અને પર્યટકોની બેદરકારીથી દાવાનળ ફેલાઈ શકે છે. કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે.
-
તીડ-પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો.
તીડ એક પ્રકારના કીટક છે જે ઝૂંડમાં રહે છે અને એક ઝૂંડમાં તેમની સંખ્યા લાખોમાં હોય છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે 'ખાઉધરાં તીડ' તરીકે પણ ઓળખાય છે. તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે, જેના કારણે ખેતીપાકો અને બાગાયતી પાકોને ભારે નુકસાન થાય છે. તીડના ઉપદ્રવથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે અને ભૂતકાળમાં દુકાળની પરિસ્થિતિ પણ સર્જાતી હતી. હાલમાં, સરકાર દ્વારા તીડનાં ટોળાંની દિશા જાણીને દવાઓનો છંટકાવ કરીને થનારું નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામતાં મુખ્ય રાજ્યો છે.
-
મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો.
જ્યારે કોઈ રોગ ખૂબ વ્યાપક વિસ્તારમાં અનેક લોકોને પોતાના ભરડામાં લઈ લે ત્યારે મહામારીની પરિસ્થિતિ ઊભી થાય છે. આવા સમયે વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ ઝડપથી વધે છે અને સેંકડો લોકોના જીવ જાય છે. નવા વિષાણુજન્ય રોગો માટે ઉપલબ્ધ દવાઓ ઘણીવાર અસરકારક ન હોવાથી, રસી શોધાય ત્યાં સુધી તે અનિયંત્રિત રીતે ફેલાતા રહે છે.
આ પરિસ્થિતિમાં રોગનો ફેલાવો અટકાવવા માટે લોકડાઉન, મુસાફરી પર પ્રતિબંધ, અને સંક્રમિતોને ક્વોરેન્ટિન જેવા કડક પગલાં લેવા પડે છે. જેના કારણે દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી, અને લોકોની રોજબરોજની જિંદગી પર નકારાત્મક અસરો પડે છે, અને સમાજમાં અરાજકતાનો માહોલ સર્જાય છે.
-
ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો.
ઉદ્યોગોમાં કાચા માલના સ્થળાંતર, સંગ્રહ, પ્રક્રિયા, કે તૈયાર માલની હેરફેર દરમિયાન અકસ્માતો થવાની સંભાવના રહે છે. આ અકસ્માતો માનવીય ભૂલ અથવા યંત્રોની ખરાબીને કારણે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જંતુનાશકોના કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક બનાવતા કારખાનામાં આગ, કે રિફાઇનરીઓમાં આગ અને વિસ્ફોટ થઈ શકે છે.
આવા અકસ્માતોથી કામદારો તેમજ આસપાસના નાગરિકોનો જીવ જોખમાય છે, કે તેઓ કાયમી વિકલાંગતાનો ભોગ બની શકે છે. જો ઝેરી વાયુનું ગળતર થાય તો મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસરો થાય છે અને વાતાવરણ તેમજ જળાશયો પ્રદૂષિત થાય છે.
-
આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો.
આપત્તિઓ, ભલે કુદરતી હોય કે માનવસર્જિત, માનવજીવન પર ઘણી માઠી અસરો છોડી જાય છે. તેના કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થાય છે. થયેલા નુકસાનને ઠીક કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ ઉઠાવવો પડે છે. જે પરિવારોમાંથી કમાનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે, તે કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે.
આપત્તિથી કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોના પુનર્વસનનું કાર્ય પણ પડકારજનક બની રહે છે. મહામારી જેવી આપત્તિમાં દેશની આર્થિક પ્રગતિ અને શૈક્ષણિક કામગીરી પર પણ નકારાત્મક અસરો પડે છે, જેમાંથી પૂર્વવત થવામાં વર્ષો લાગી જાય છે.
3. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :
-
નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થતો નથી ?ભૂકંપ
-
નીચેના પૈકી કઈ આપત્તિ માનવસર્જિત છે ?ઔદ્યોગિક અકસ્માત
-
ગુજરાતમાં સાપુતારા (ડાંગ)માં આવી જવલ્લે જ ઘટનાઓ બને છે ?ભૂસ્ખનલ