સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 12 ઉદ્યોગ : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 12 ઉદ્યોગ : સ્વાધ્યાય


1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :

  1. ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે ?

    ઉદ્યોગનો સામાન્ય અર્થ કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે, જેનો ઉપયોગ માનવ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કરે છે. વર્તમાન સમયમાં, ઉદ્યોગ એટલે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિ.

  2. ક્યાં મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે.

    ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરતા મુખ્ય પરિબળોમાં કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઊર્જા, મૂડી, પરિવહન અને બજારનો સમાવેશ થાય છે.

  3. કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જૂ તરીકે ઓળખાય છે ? શા માટે ?

    લોખંડ-પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગોના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. કારણ કે લગભગ તમામ વસ્તુઓ, વાહનો, રેલગાડી, ટ્રક, વિશાળકાય યંત્રોથી માંડીને સોય સુધીની વસ્તુઓ લોખંડ કે પોલાદમાંથી બને છે. આ ઉદ્યોગના ઉત્પાદનો અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે, તેથી તે પોષક ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે.

  4. કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે ?

    મુંબઈમાં કપાસ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો કારણ કે ત્યાં ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે અનુકૂળ બંદર, કાચા માલની ઉપલબ્ધતા, અને કુશળ મજૂરો જેવા પરિબળો હતા, જે આ ઉદ્યોગના વિકાસ માટે અનુકૂળ છે.

  5. બેંગલૂરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટૅક્નોલૉજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે.

    બેંગલૂરુ અને કેલિફોર્નિયા બંનેમાં માહિતી ટૅકનોલૉજી ઉદ્યોગની મુખ્ય ધરી આવેલી છે. બંને સ્થળોએ સંશોધન અને વિકાસ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બેંગલૂરુ અને સિલિકોન વેલી (કેલિફોર્નિયા) બંનેની આબોહવા સમશીતોષ્ણ છે, જે કાર્ય કરવા માટે અનુકૂળ છે. બંને સ્થળોએ મોટી સંખ્યામાં કુશળ ટેકનિકલ કર્મચારીઓ ઉપલબ્ધ છે, જેના કારણે માહિતી ટેકનોલોજી ઉદ્યોગનો વિકાસ થયો છે.

2. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

  1. સિલિકોન વેલી ક્યાં આવેલી છે ?
    કેલિફોર્નિયા
  2. નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે ?
    માહિતી ટૅક્નોલૉજી
  3. નીચનામાંથી કયાં પ્રાકૃતિક રેસા છે ?
    શણ

3. તફાવત સ્પષ્ટ કરો :

  1. ખેતી આધારિત અને ખનીજ આધારિત ઉદ્યોગ
    ખેતી આધારિત ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગ
    આ ઉદ્યોગોમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉદ્યોગોમાં કાચો માલ ખનિજોમાંથી મળે છે.
    ઉદાહરણ તરીકે, ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ અને શણના કાપડ ઉદ્યોગ, અને વનસ્પતિ તેલ ઉદ્યોગ. ઉદાહરણ તરીકે, લોખંડ-પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, અને રસાયણ ઉદ્યોગ.
  2. સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ
    સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ
    આવા ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે છે. આવા ઉદ્યોગોની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ બંનેની હોય છે.
    ઉદાહરણ તરીકે, હિન્દુસ્તાન ઍરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા. ઉદાહરણ તરીકે, મારુતિ લિમિટેડ.

4. નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે-બે ઉદાહરણ આપો :

  1. કાચો માલ:
    લોહઅયસ્ક, કપાસ
  2. કૃષિ આધારિત ઉદ્યોગ:
    સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાદ્ય ઉદ્યોગ
  3. સહકારી ઉદ્યોગ:
    અમૂલ, મધર ડેરી