સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 9 અઢારમી સદીના રાજકીય શાસક : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 9 અઢારમી સદીના રાજકીય શાસક : સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

  • (1) બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું?

    બંગાળના પ્રથમ નવાબ મુર્શિદકુલીખાં હતા.
  • (2) રણજિતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા?

    રણજિતસિંહ સુકરચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા.
  • (3) પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની-કોની વચ્ચે થયું હતું?

    પાણિપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઇરાનના શાહ એહમદશાહ અબ્દાલી વચ્ચે થયું હતું.
  • (4) જયપુરની સ્થાપના કોણે કરી હતી?

    જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી.

૨. નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો :

  • (1) 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો.

    18મી સદીનું ભારત અનેક રાજકીય ઉથલપાથલવાળું હતું. 1707માં ઔરંગઝેબના અવસાન પછી મુઘલ સામ્રાજ્ય નાનાં-નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. ઔરંગઝેબ બાદ મુઘલ ગાદી પર બહાદુરશાહ, જહાંદરશાહ અને ફર્રુખસિયર જેવા શાસકો આવ્યા. બંગાળ, રાજપૂત રાજ્યો, શીખ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય જેવાં સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો. આ સમયગાળામાં ઈરાનના નાદીરશાહનું આક્રમણ પણ થયું. પ્લાસી અને બક્સરના યુદ્ધો બાદ બંગાળમાં અંગ્રેજોની સત્તાનો પ્રારંભ થયો. પાણિપતના ત્રીજા યુદ્ધ બાદ મરાઠાઓ નિર્બળ બન્યા અને ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદયનો માર્ગ મોકળો થયો.

  • (2) પેશ્વા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો.

    બાજીરાવ પ્રથમ એક કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારોને મરાઠા સામ્રાજ્યમાં ભેળવીને રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધાં હતાં. તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. તેમના પ્રયત્નોથી મહારાષ્ટ્ર એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ ગયું.

  • (3) સવાઈ જયસિંહનું વિજ્ઞાનક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો.

    રાજા સવાઈ જયસિંહ કુશળ રાજનેતા, સુધારક અને વિજ્ઞાનપ્રેમી હતા. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી.

  • (4) મુઘલ ઘરાનાના અંતિમ શાસકોનાં નામનો ચાર્ટ તૈયાર કરો.

    મુઘલ ઘરાનાના અંતિમ શાસકો:

    • ઔરંગઝેબ (અવસાન ઈ.સ. 1707)
    • બહાદુરશાહ
    • જહાંદરશાહ
    • ફર્રુખસિયર
    • મહંમદશાહ
    • શાહઆલમ બીજો (ઈ.સ. 1759માં ગાદી પર આવ્યા)

૩. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો :

  • (1) ઈ.સ. 1707માં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?

    (D) ઔરંગઝેબ
  • (2) નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો?

    (C) બંદાબહાદુર
  • (3) ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?

    (B) સવાઈ જયસિંહ
  • (4) નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા?

    (A) બાલાજી વિશ્વનાથ