સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ : સ્વાધ્યાય


૧. યોગ્ય જોડકાં જોડો :

(1) કાંગસિયા (F) સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ
(2) વિચરતી જાતિઓ (A) ભવૈયા, ગારુડી, વાંસફોડા
(3) વણજારા (D) અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર
(4) દેવીપૂજક (B) જ્ઞાતિપંચ લવાદની પ્રભાવી ભૂમિકા
(5) વિમુક્ત જાતિઓ (C) મિયાણા, વાઘેર, ડફેર

૨. ખાલી જગ્યા પૂરો :

  • (1) એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ............ કહેવામાં આવતી.

    વિચરતી કે વિમુક્ત જાતિ
  • (2) વિચરતી અને વિમુક્ત જાતિનાં બાળકોના અભ્યાસ માટે ............ અને ............ ની સ્થાપના કરવામાં આવી છે.

    આશ્રમશાળાઓ અને છાત્રાલયો
  • (3) પોઠનો સમૂહ ............ તરીકે ઓળખાતો.

    વણજાર (ટાંડું)

૩. વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો :

  • (1) વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહધિરાણ યોજનાઓ જાહેર કરી છે.

    ખોટું.
  • (2) ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે.

    સાચું.
  • (3) નટ બજાણિયા નેસમાં રહે છે.

    ખોટું. નટ લોકો એક ગામથી બીજે ગામ, અને એક શહેરથી બીજે શહેરમાં જઈને દોરડા પર ચાલવા જેવા કરતબો કરીને મનોરંજન પૂરું પાડતા હતા.
  • (4) શાહજહાંએ તેનાં લખાણોમાં વણજારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે.

    ખોટું. જહાંગીરે તેનાં લખાણોમાં વણજારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે.

૪. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

  • (1) વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો? શા માટે?

    વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે વસ્તુ-વિનિમય થતો હતો. પશુપાલકો પોતાના પશુઓ પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા અને સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન અને ઘી જેવી વસ્તુઓનો વિનિમય કરતા હતા.

  • (2) સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો.

    કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ આ યોજનાઓમાં કરવામાં આવ્યો છે. તેમના બાળકો માટે ખાસ આશ્રમશાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે. તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને મકાન જેવી સવલતો પૂરી પાડીને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરાયો છે. સરકારે તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડીને તેમનો યોગ્ય વિકાસ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે.

  • (3) નટ લોકો દ્વારા કયાં કયાં કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે?

    નટ લોકો દ્વારા દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું અને જાદુ કરવા જેવાં કરતબો કરીને લોકોનું મનોરંજન કરવામાં આવે છે.

  • (4) વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતા?

    વણજારા અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતા. તેઓ વેપારી પોઠોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા-લઈ જવાનું કાર્ય કરતા હતા. અલાઉદ્દીન ખિલજી દિલ્લીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા-લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો હતો. બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. યુદ્ધ દરમિયાન તેઓ મુઘલસેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. એક રીતે, વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા, કારણ કે મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી.