સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) : સ્વાધ્યાય
૧. યોગ્ય જોડકાં જોડો:
| અ | બ |
|---|---|
| (1) ગઢકટંગા | (D) 70,000 |
| (2) વર્ષાસન | (F) ડાંગ-દરબાર |
| (3) પાઈક | (A) બળજબરીપૂર્વકનો શ્રમ |
| (4) અમનદાસ | (B) સંગ્રામશાહ |
| (5) ખોખર જનજાતિ | (C) પંજાબ |
| (6) બલોચ | (E) નાનાં કુળોમાં વિભાજિત |
૨. ખાલી જગ્યા પૂરો:
-
(1) મુલ્તાન અને ............ જાતિઓનું આધિપત્ય હતું.
મુલ્તાન અને સિંધમાં લંઘા અને અરઘુન જાતિઓનું આધિપત્ય હતું. -
(2) અહોમ ભાષામાં રચવામાં આવેલી ............ ઐતિહાસિક કૃતિ હતી.
અહોમ ભાષામાં રચવામાં આવેલી બુરંજી ઐતિહાસિક કૃતિ હતી. -
(3) જનજાતિના સભ્યો ............ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.
જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.
૩. વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો:
-
(1) અકબરના સેનાપતિ માનસિંહે ચેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.
સાચું -
(2) ગુજરાતમાં મીઝો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે.
ખોટું. ગુજરાતમાં કોળી, ભીલ, કન્નાત, ડાંગ જેવી જનજાતિઓ વસે છે. -
(3) ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.
ખોટું. અહોમ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. -
(4) દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા.
સાચું
૪. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
-
(1) આદિવાસી સમુદાયનું જીવન કઈ-કઈ બાબતો પર નિર્ભર હતું?
આદિવાસી સમુદાયના લોકોનું જીવન શિકાર, પશુપાલન અને ખેતી પર નિર્ભર હતું. તેઓ વનપેદાશો અને તેના વેચાણ દ્વારા પણ આર્થિક આવક મેળવતા હતા. તેમનાં ઘરો કુદરતી સંસાધનોથી જ બનેલાં હતાં.
-
(2) જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો.
જનજાતિના લોકો જમીન અને જમીન-પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા હતા. તેઓ પોતાના બનાવેલા નિયમોના આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી, તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતો હતો.
-
(3) અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય.
અહોમ સમાજ સુસંસ્કૃત હતો કારણ કે કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. 'બુરંજી' નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી.
-
(4) ગોંડલોકોનો ઈતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો?
ગોંડલોકો અને અહોમ લોકોનો ઈતિહાસ ઘણા પાસાઓમાં અલગ હતો. ગોંડલોકો મુખ્યત્વે ગોંડવાના નામના વનપ્રદેશમાં રહેતા હતા, જ્યારે અહોમ લોકો મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. ગોંડલોકો સ્થળાંતરિત ખેતી કરતા હતા, જ્યારે અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અપનાવી હતી. ગોંડ રાજ્ય ગઢ અને ચોર્યાસીમાં વહેંચાયેલા હતા. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (પાઇક) પર આધારિત હતું. ગોંડ રાજાઓએ રાજપૂત તરીકેની માન્યતા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અહોમ લોકોએ હિન્દુ ધર્મ અપનાવ્યો, પરંતુ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહિ.