સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો : સ્વાધ્યાય


૧. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો:

  • (1) દિલ્લી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ............ શૈલી પ્રમુખ હતી.

    (D) આરબ
  • (2) આગ્રા: ............ બાગ, કશ્મીર: ............ બાગ

    (C) આરામ, નિશાંત
  • (3) મુંબઈ: ............ તાંજોર: ............

    (B) ઍલિફન્ટાની ગુફા, રાજરાજેશ્વરમંદિર
  • (4) વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય

    (B) રાણીની વાવ
  • (5) બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર

    (A) સીદી સૈયદની જાળી

૨. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

  • (1) સ્થાપત્ય એટલે શું?

    સ્થાપત્ય એટલે બાંધકામ. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ અને વાવ જેવી ઇમારતોના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે.

  • (2) રાજસ્થાનની કઈ-કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી?

    મુઘલ ચિત્રકલાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી સુવિખ્યાત હતી.

  • (3) હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નરકલા તથા વેપાર-વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય?

    હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ તેના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી આપી છે. વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા જેવી ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી. હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે તે હુન્નરકલાનું અને વેપાર-વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું.

  • (4) મુઘલયુગના સ્થાપત્યકલાનાં નામ લખો.

    મુઘલયુગના સ્થાપત્યકલાના નમૂનાઓમાં આગ્રાનો તાજમહાલ, દિલ્લીનો લાલકિલ્લો, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો, શેરશાહનો સસારામનો મકબરો, અને ઔરંગાબાદમાં રાબિયા-ઉદ-દૌરાનનો મકબરો મુખ્ય છે.


૩. વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો:

  • (1) રાણીની વાવ સોલંકીયુગ દરમિયાન બંધાયેલી હતી.

    સાચું
  • (2) રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે.

    ખોટું
  • (3) ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું.

    ખોટું
  • (4) દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી.

    ખોટું
  • (5) ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે.

    સાચું

૪. (અ) ટૂંક નોંધ લખો:

  • (1) પાળિયા

    ગુજરાતમાં પાળિયા એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે ઓળખાય છે. તેની સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલી હોય છે. આવા પાળિયા મોટેભાગે યોદ્ધાઓના યુદ્ધ સ્થળે અથવા તેમના મૃત્યુ સ્થળે બાંધવામાં આવે છે. વર્ષમાં તેમની તિથિ પ્રમાણે તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગુજરાતમાં પાળિયાનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથ મંદિર પાસેનો હમીરજી ગોહિલનો પાળિયો સામેલ છે.

  • (2) મોઢેરાનું સૂર્યમંદિર

    મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે અને તે સોલંકીયુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશદ્વાર એવી રીતે રચાયું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યપ્રતિમાના મુકુટ પર પડે અને સમગ્ર મંદિર પ્રકાશિત થઈ ઊઠે. આ મંદિરમાં સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારના જળકુંડની ચારેબાજુ 108 જેટલાં નાનાં મંદિરો આવેલાં છે.

  • (3) રાણીની વાવ

    રાણીની વાવ વિશ્વપ્રસિદ્ધ વાવનો એક નમૂનો છે, જેનું નિર્માણ રાણી ઉદયમતિએ રાજા ભીમદેવ પહેલાના મૃત્યુ પછી કરાવ્યું હતું. તે શિલ્પ-સ્થાપત્યનો અજોડ અને અજાયબી સમાન નમૂનો છે. આ સાત માળની વાવ ગુજરાતના પ્રાચીન પાટનગરમાં આવેલી છે. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે.

  • (4) મુઘલ સ્થાપત્યકલા

    મુઘલ સ્થાપત્યકલા એકદમ વિશિષ્ટ હતી અને તેનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં જોવા મળે છે. અકબરે આગ્રાનો અને ફતેહપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સસારામનો મકબરો પણ આ સમયનું એક અગત્યનું સ્થાપત્ય છે. મુઘલોએ બાગ-બગીચાની એક આખી પરંપરા શરૂ કરી, જેમાં કાશ્મીરનો નિશાતબાગ અને આગ્રાના આરામબાગનો સમાવેશ થાય છે. શાહજહાંનો સમય મુઘલ સ્થાપત્યકલાનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. તેણે આગ્રામાં તાજમહાલ અને દિલ્લીમાં લાલકિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું.