પાઠ 17: જાતિગત ભિન્નતા

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 17 જાતિગત ભિન્નતા : સ્વાધ્યાય


1. ખાલી જગ્યા પૂરો :

  • (1) જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ............ માં જોવા મળે છે.

    ગામડાં
  • (2) ઈ.સ. 2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ............ હતું.

    943

2. ટૂંકમાં ઉત્તર આપો :

  • (1) બાળઉછેર અંગે કઈ-કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?

    બાળઉછેર અંગે છોકરાં અને છોકરીઓના ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે. રૂઢિગત માન્યતા પ્રમાણે કેટલાક વિસ્તારમાં કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે છે.
  • (2) ઘરકામમાં કઈ-કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?

    ઘરકામમાં નાનાં-મોટાં કામ માટે સાયકલ કે અન્ય વાહન ચલાવવા અને શીખવવામાં છોકરા-છોકરીઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે.
  • (3) રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે?

    રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે.

3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

  • (1) મહિલા સશક્તીકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે?

    મહિલા સશક્તીકરણ માટે સરકાર પશુપાલન, ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપે છે. 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે. ઉપરાંત, શિક્ષણમાં કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ પણ અમલી બનેલ છે.
  • (2) કયાં-કયાં કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે?

    જાતિગત ભિન્નતાની રૂઢિગત માન્યતાઓને કારણે આજે પણ કેટલીક જગ્યાએ મહિલાઓ ઉચ્ચશિક્ષણ અને અમુક નોકરીઓમાં ઓછી જોવા મળે છે.
  • (3) આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી?

    આઝાદી સમયે ગાંધી બાપુની આગેવાનીમાં થયેલા આંદોલનોમાં ગુજરાત સહિત દેશભરમાં કસ્તૂરબા સાથે અનેક મહિલાઓ જોડાઈ હતી.

4. ટૂંક નોંધ લખો :

  • (1) નારી સશક્તીકરણ

    નારી સશક્તીકરણનો અર્થ મહિલાઓને સશક્ત કરવી થાય છે. મહિલાઓ ઘરની સાથે બાળકોની જવાબદારી નિભાવવાની સાથે આર્થિક ઉપાર્જનમાં પણ સહભાગી બને છે. આધુનિક સમયમાં મહિલાઓ રમત-જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ, વિજ્ઞાન અને સંશોધન જેવાં વિવિધ ક્ષેત્રોમાં અનોખી ઓળખ સાથે આગળ વધી રહી છે. સરકાર દ્વારા છેલ્લા બે દાયકામાં મહિલાઓને પશુપાલન, ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવા માટે અનેક કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

  • (2) ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા

    ભારતમાં રૂઢિગત માન્યતા પ્રમાણે છોકરા-છોકરીઓના ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું ન હતું. છેલ્લા બે દાયકાથી સરકારના વિશેષ પ્રયત્નોથી કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ સરળ બન્યું છે. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. હવે સરકારે કન્યાઓને ભણાવવા માટે ઉચ્ચશિક્ષણ માટે વિશેષ સહાય આપવાનું શરૂ કર્યું છે.