સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 13 આપત્તિ-વ્યવસ્થાપન : સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 13 આપત્તિ-વ્યવસ્થાપન : સ્વાધ્યાય


1. ખાલી જગ્યા પૂરો :

  • (1) આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ............ નામે ઓળખાય છે.

    પ્રકોપ
  • (2) પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ............ નામે ઓળખાય છે.

    ચક્રવાત
  • (3) સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજાં ............ નામે ઓળખાય છે.

    ત્સુનામી
  • (4) સાયકલ રોડની ............ બાજુએ ચલાવવી જોઈએ.

    ડાબી

2. યોગ્ય જોડકાં જોડો :

(1) ભૂકંપ (B) આગાહી કરવી શક્ય નથી.
(2) પૂર (A) આગાહી કરી શકાય છે.
(3) કાર (D) સીટબેલ્ટ
(4) ટુ વ્હીલર (E) હેલ્મેટ

3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

  • (1) કુદરતી આપત્તિનાં કોઈ પણ ચાર નામ લખો.

    કુદરતી આપત્તિનાં ચાર નામ ભૂકંપ, પૂર, ત્સુનામી અને વાવાઝોડું છે.
  • (2) વાવાઝોડું એટલે શું?

    વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી ઉદ્ભવતા પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ચક્રવાત કહેવાય છે.
  • (3) પૂર આવવા માટે કયાં-ક્યાં કારણો જવાબદાર છે?

    પૂર આવવા માટે કુદરતી કારણો જેવા કે એકધારા વરસાદ કે અતિવૃષ્ટિ ઉપરાંત, કુદરતી ઢોળાવને અવગણીને કરાયેલ બાંધકામ અને કુદરતી જળનિકાલના માર્ગોમાં અવરોધ જેવાં માનવસર્જિત કારણો પણ જવાબદાર છે.
  • (4) ટ્રાફિક સંકેતો કેટલા પ્રકારનાં છે? કયા-કયા?

    ટ્રાફિક સંકેતોના ત્રણ પ્રકાર છે: ફરજિયાત સંકેત, સાવધાનીદર્શક સંકેત અને માહિતીદર્શક સંકેત.

4. માંગ્યા મુજબ ઉત્તર આપો :

  • (1) ભૂકંપ સમયે કઈ-કઈ સાવચેતીઓ રાખવી જોઈએ?

    ભૂકંપ સમયે વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ. સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા જાણવા જોઈએ. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતાં ઉપકરણો ચાલુ કરવાં જોઈએ નહીં.

  • (2) આપત્તિની અસરો જણાવો.

    ભૂકંપ, પૂર, ત્સુનામી અને વાવાઝોડું જેવી આપત્તિઓ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો અને જાહેર સગવડનાં મકાનો ફરીથી બાંધતા વર્ષો લાગી જાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેમને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ કફોડી થાય છે. આપત્તિમાં કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોના પુનર્વસનની સમસ્યા વિકટ હોય છે.

  • (3) શહેરોમાં વાહનોની વધુ અવર-જવરવાળા વિસ્તારોમાં રસ્તો પસાર કરવામાં કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તમારા અનુભવો જણાવો.

    શહેરોમાં વાહનોની વધુ અવર-જવરવાળા વિસ્તારોમાં રસ્તો પસાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહનોની સતત અને ઝડપી ગતિને કારણે રસ્તો ઓળંગવો જોખમી બની જાય છે. હોર્ન અને અવાજને કારણે ગુંચવણભરી પરિસ્થિતિ સર્જાય છે. ટ્રાફિક જામને કારણે રસ્તાઓ પર ભીડ રહે છે, જેનાથી સમયનો વ્યય થાય છે. રાહદારીઓ માટે સુરક્ષિત માર્ગોનો અભાવ હોઈ શકે છે. આ બધી મુશ્કેલીઓથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.