સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો : સ્વાધ્યાય
૧. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:
-
(1) રાણીની વાવ કોણે બંધાવી હતી?
રાણી ઉદયમતિએ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ રાણીની વાવ બંધાવી હતી. -
(2) ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા?
ચૌહાણવંશના શાસકો આરંભમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા. -
(3) અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?
અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. -
(4) વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?
વાઘેલાવંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો.
૨. (અ) ટૂંક નોંધ લખો:
-
(1) રાજપૂતોના ગુણો
રાજપૂતો બહાદુર અને ટેકીલા હતા. તેઓ આપેલ વચન પ્રાણના ભોગે પણ પાળતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા હતા. તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈપણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ તેઓ અધર્મ આચરતા નહિ. ભારતની રાજપૂતાણીઓ પણ વીરત્વ માટે વિખ્યાત હતી. તેઓ પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નીડરતા અને સત્ય માટે તેઓ પ્રાણની પણ પરવા કરતી નહિ. જરૂર પડે તો તેઓ હાથમાં તલવાર લઈને રણમેદાને નીકળી પડતી.
-
(2) રાજપૂતયુગનું વેપાર-વાણિજ્ય
રાજપૂતયુગમાં વાણિજ્યવ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર પરની જકાત વસૂલ કરવા, વસ્તુઓનું મૂલ્ય નક્કી કરવા, અને રાજ્ય માટે ઉપયોગી વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ મુખ્ય કર હતો, જે 'ભાગ' નામે ઓળખાતો. આ ઉપરાંત, બંદરો અને નાકા પર તેમજ સિંચાઈ પર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ (ખંભાત) અને ભૃગુકચ્છ (ભરૂચ) બંદરો જાણીતા હતા.
૨. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
-
(1) ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં નામ જણાવો.
ઉત્તર ભારતના ત્રણ મુખ્ય રાજવંશો કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, અને માળવાનું પરમાર રાજ્ય છે. -
(2) દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં નામ જણાવો.
દક્ષિણ ભારતના ત્રણ મુખ્ય રાજવંશો ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, અને પલ્લવ છે. -
(3) ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?
ઝફરખાન, જેણે મુઝફ્ફરશાહ નામ ધારણ કર્યું હતું, તે ગુજરાતનો પ્રથમ સુલતાન હતો. -
(4) રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં ક્યાં-ક્યાં કાર્યો કર્યાં હતાં?
રાજમાતા મીનળદેવી (મયણલ્લદેવી)એ પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામ કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાળુવેરો બંધ કરાવ્યો હતો. ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો.
૩. (અ) નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
-
(1) ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?
(B) હર્ષવર્ધનના -
(2) બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?
(A) જેજાકભુક્તિ -
(3) માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
(A) કુમારપાળ -
(4) આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
(C) પાલવંશનું -
(5) રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
(B) સોલંકીવંશના
૩. (બ) યોગ્ય જોડકાં જોડો:
| અ | બ |
|---|---|
| (1) સેનવંશ | (C) વિજયસેન પ્રથમ |
| (2) સોલંકીવંશ | (E) કુમારપાળ |
| (3) પાલવંશ | (D) ગોપાલ |
| (4) રાષ્ટ્રકૂટ વંશ | (B) ગોવિંદ ત્રીજો |
| (5) પલ્લવ વંશ | (A) નરસિંહ વર્મન બીજો |