સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા - સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા - સ્વાધ્યાય

૧. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

૧) મહાજનપદ કેટલાં હતાં?

જવાબ: (C) 16. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં સોળ જેટલાં મહાજનપદો જોવા મળે છે.

૨) મહાજનપદો કયા કાળમાં હતાં?

જવાબ: (C) અનુવૈદિક. પાલિ ભાષામાં લખાયેલ “અંગુત્તરનિકાય” ગ્રંથ અનુસાર, અનુવૈદિકકાળમાં ૧૬ મહાજનપદો હતાં.

૩) નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

જવાબ: (D) વૈશાલી. વૈશાલીનાં લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓનાં ગણરાજ્યો હતાં.

૪) જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?

જવાબ: બે. આ મહાજનપદોનાં કેટલાંક ગણરાજ્યો હતાં તો કેટલાક રાજાશાહી પ્રકારનાં રાજ્યો હતાં.


૨. ટૂંકમાં ઉત્તર આપો:

૧) રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.

જવાબ: રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા હતા. જ્યારે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. રાજાશાહીમાં રાજા સત્તાધીશ હોય છે અને તેના નિર્ણયો અંતિમ ગણાય છે. જ્યારે ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી અને નિર્ણયો સભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા.

૨) ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતા જણાવો.

જવાબ: ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. આ પ્રકારની રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને 'રાજા' જેવો દરજ્જો આપવામાં આવતો હતો. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું. બધાં કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. ગણરાજ્યો રાજ્ય-વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો.

૩) ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો.

જવાબ: પુરાતત્ત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદાં ઘરોમાં રહેતા હતા. તેઓ પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીનાં વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્ત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીનાં વાસણો મળી આવ્યાં છે. આ સમયના માટીનાં કેટલાંક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે, જે ભૂખરા રંગનાં ચિત્રિત વાસણો (ઘૂસરપાત્ર) હતાં.


૩. 'અ' વિભાગમાં આપેલા રાજ્યનાં નામ સામે 'બ' વિભાગમાં આપેલ રાજધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર આપો:

  • (૧) મગધ - (c) રાજગૃહ
  • (૨) ગાંધાર - (d) તક્ષશિલા
  • (૩) વત્સ - (a) કૌશાંબી
  • (૪) અવંતિ - (b) ઉજ્જયિની