વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફાર - સ્વાધ્યાય
સ્વાધ્યાય (પ્રશ્ન ૧ થી ૧૨)
૧. નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો :
- (a) પ્રકાશસંશ્લેષણ: રાસાયણિક ફેરફાર
- (b) પાણીમાં ખાંડનું ઓગળવું: ભૌતિક ફેરફાર
- (c) કોલસાનું બળવું: રાસાયણિક ફેરફાર
- (d) મીણનું પીગળવું: ભૌતિક ફેરફાર
- (e) ઍલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી ઍલ્યુમિનિયમ વરખ બનાવવો: ભૌતિક ફેરફાર
- (f) ખોરાકનું પાચન: રાસાયણિક ફેરફાર
૨. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો. જો વિધાન ખોટું હોય તો તમારી નોટબુકમાં સાચું વિધાન લખો.
(a) લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે. (F)
સાચું વિધાન: લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે.
(b) પાંદડાંમાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે. (T)
(c) જસતનો ઢોળ ચડાવેલ લોખંડની પાઈપ પર જલદી કાટ લાગતો નથી. (T)
(d) લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે. (F)
સાચું વિધાન: લોખંડ અને તેનો કાટ (આયર્ન ઓક્સાઇડ) બંને જુદા જુદા પદાર્થ છે.
(e) વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી. (T)
૩. નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો :
(a) જ્યારે ચૂનાના નીતર્યાં પાણીમાં કાર્બન ડાયૉક્સાઈડ પસાર કરવામાં આવે છે, ત્યારે તે કૅલ્શિયમ કાર્બોનેટ (CaCO₃)ને કારણે દૂધિયું બની જાય છે.
(b) બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઈડ્રોજનકાર્બોનેટ છે.
(c) લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો રંગ કરવો અને ગેલ્વેનાઈઝેશન છે.
(d) પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મોમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે.
(e) એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે. તેને રાસાયણિક ફેરફાર કહે છે.
૪. જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે. આ કયા પ્રકારનો ફેરફાર છે? સમજાવો.
આ રાસાયણિક ફેરફાર છે. કારણ કે લીંબુનો રસ (એસિડ) અને બેકિંગ સોડા (બેઇઝ) વચ્ચે પ્રક્રિયા થતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ (નવો પદાર્થ) બને છે, જે પરપોટા સ્વરૂપે બહાર આવે છે.
૫. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો. એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય.
ભૌતિક ફેરફાર: ગરમીને કારણે મીણનું પીગળવું અને તેની વરાળ બનવી.
રાસાયણિક ફેરફાર: મીણની વરાળનું ઓક્સિજન સાથે દહન થવું અને ઉષ્મા, પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા નવા પદાર્થોનું બનવું.
અન્ય ઉદાહરણ: ખોરાક રાંધવાની ક્રિયા.
૬. તમે કેવી રીતે બતાવી શકશો કે, દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે?
દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે કારણ કે દૂધમાંથી દહીં બન્યા પછી નવો પદાર્થ (લેક્ટિક એસિડ) બને છે, તેના ગુણધર્મો (સ્વાદ, ગંધ) બદલાઈ જાય છે અને તે અપ્રતિવર્તી ફેરફાર છે (દહીંમાંથી પાછું દૂધ બનાવી શકાતું નથી).
૭. સમજાવો કે, લાકડાનું બળવું તથા લાકડાને તેના નાના ટુકડાઓમાં કાપવું તે બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે.
લાકડાને કાપવું એ ભૌતિક ફેરફાર છે કારણ કે તેમાં માત્ર લાકડાનું કદ બદલાય છે, કોઈ નવો પદાર્થ બનતો નથી. જ્યારે લાકડાનું બળવું એ રાસાયણિક ફેરફાર છે કારણ કે તેમાં લાકડું બળીને રાખ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા નવા પદાર્થો બનાવે છે.
૮. કૉપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો.
પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી તેને ગરમ કરવામાં આવે છે. જ્યારે તે ઉકળે ત્યારે તેમાં કોપર સલ્ફેટનો પાઉડર ઓગળી ન શકે ત્યાં સુધી ઉમેરવામાં આવે છે. આ સંતૃપ્ત દ્રાવણને ગાળીને સ્થિર રીતે ઠંડું પાડતા કોપર સલ્ફેટના શુદ્ધ સ્ફટિકો મળે છે. આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે.
૯. સમજાવો – લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે.
લોખંડને કાટ લાગવા માટે ઓક્સિજન અને ભેજ જરૂરી છે. દરવાજા પર રંગનું સ્તર લગાવવાથી, લોખંડની સપાટી હવા અને ભેજના સીધા સંપર્કમાં આવતી અટકે છે, જેના કારણે કાટ લાગવાની પ્રક્રિયા થતી નથી.
૧૦. સમજાવો કે સમુદ્રકિનારાના પ્રદેશોમાં, રણ વિસ્તારના પ્રદેશો કરતા લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે.
સમુદ્રકિનારાના પ્રદેશોની હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જ્યારે રણ વિસ્તારોની હવા સૂકી હોય છે. ભેજની વધુ હાજરીને કારણે સમુદ્રકિનારાના વિસ્તારોમાં લોખંડને કાટ વધુ ઝડપથી લાગે છે.
૧૧. રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગૅસ એ ‘લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)' છે... સાચા વિધાનની પસંદગી કરો.
જવાબ: (ii) ફેરફાર – B રાસાયણિક ફેરફાર છે.
૧૨. અજારક બૅક્ટેરિયા પ્રાણીજ કચરાને પચાવીને બાયોગૅસ બનાવે છે (ફેરફાર - A). ત્યારબાદ, બાયોગેસનું બળતણ બળે છે (ફેરફાર – B)... સાચું વિધાન પસંદ કરો.
જવાબ: (iii) ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે.
વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રૉજેક્ટ
- હાનિકારક ફેરફારો અને તેના ઉપાય:
લોખંડને કાટ લાગવો અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ જેવા બે હાનિકારક ફેરફારોનું વર્ણન કરવું અને તેનાથી બચવાના ઉપાયોની ચર્ચા કરવી. - કાટ લાગવા માટેની પરિસ્થિતિઓનો અભ્યાસ:
પ્રયોગ દ્વારા સાબિત કરવું કે કાટ લાગવા માટે હવા અને પાણી બંને જરૂરી છે. ત્રણ બોટલમાં અલગ-અલગ પરિસ્થિતિ (માત્ર પાણી, ઉકાળેલું પાણી, તેલનું સ્તર) માં ખીલીઓ મૂકી અવલોકન કરવું. - ફટકડીના સ્ફટિકો બનાવો:
સ્ફટિકીકરણની પ્રક્રિયા જાતે કરી ફટકડીના શુદ્ધ સ્ફટિક મેળવતા શીખવું. - બળતણ અને પ્રદૂષણ:
પોતાના વિસ્તારમાં વપરાતા રસોઈના બળતણ વિશે માહિતી એકત્રિત કરવી અને કયું બળતણ ઓછું પ્રદૂષણ ફેલાવે છે તેની ચર્ચા કરવી.
નોંધ : આપેલ જવાબમાં કે વિગતોમાં કોઇ ભૂલ હોય તો અમારો સંપર્ક trhelpmail@gmail.com પર કરો.