વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 2 પદાર્થોનું જૂથ બનાવવું - સ્વાધ્યાય

વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 2: પદાર્થોનું જૂથ બનાવવું - સ્વાધ્યાય

સ્વાધ્યાય (Exercise)

૧. લાકડામાંથી બનાવી શકાય તેવી પાંચ વસ્તુઓનાં નામ જણાવો.

  • ખુરશી
  • ટેબલ
  • હળ (plough)
  • બળદગાડું
  • બારી/દરવાજો

૨. નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો: કાચનો વાટકો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ.

ચળકતો પદાર્થ: સ્ટીલની ચમચી

૩. નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો.

વસ્તુઓ પદાર્થ
પુસ્તક કાગળ
ટમ્બલર કાચ
ખુરશી લાકડું
રમકડું પ્લાસ્ટિક
પગરખાં ચામડું

૪. નીચે આપેલ વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો:

  • (i) પથ્થર પારદર્શક હોય છે, જ્યારે કાચ અપારદર્શક હોય છે. - ખોટું
  • (ii) નોટબુકમાં ચળકાટ હોય છે, જ્યારે રબરમાં નથી હોતો. - ખોટું
  • (iii) ચૉક પાણીમાં દ્રાવ્ય છે. - ખોટું
  • (iv) લાકડાનો ટુકડો પાણી પર તરે છે. - સાચું
  • (v) ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી. - ખોટું
  • (vi) તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે. - ખોટું
  • (vii) રેતી પાણીમાં તળિયે બેસી જાય છે. - સાચું
  • (viii) સરકો પાણીમાં દ્રાવ્ય થાય છે. - સાચું

૫. નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોનાં નામ આપેલાં છે: પાણી, બાસ્કેટ બૉલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો. તેને આ પ્રકારે જૂથમાં મૂકો:

  • (a) ગોળાકાર અને અન્ય આકાર
    • ગોળાકાર: બાસ્કેટ બૉલ, નારંગી, પૃથ્વીનો ગોળો, સફરજન, માટીનો ઘડો.
    • અન્ય આકાર: પાણી, ખાંડ.

  • (b) ખાવાલાયક અને બિનખાવાલાયક
    • ખાવાલાયક: નારંગી, ખાંડ, સફરજન, પાણી.
    • બિનખાવાલાયક: બાસ્કેટ બૉલ, પૃથ્વીનો ગોળો, માટીનો ઘડો.

૬. તમે જાણતા હોય તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો. તપાસ કરીને જુઓ કે તે તેલ અથવા કેરોસીન પર તરે છે.

પાણી પર તરતી વસ્તુઓ:

  • લાકડાનો ટુકડો
  • સૂકા પાંદડા
  • ખાલી પ્લાસ્ટિકની બોટલ
  • બરફ
  • પેન્સિલ

તપાસ: સામાન્ય રીતે, જે વસ્તુઓ પાણી પર તરે છે તે તેલ અને કેરોસીન પર પણ તરશે, કારણ કે તેલ અને કેરોસીનની ઘનતા પાણી કરતાં પણ ઓછી હોય છે.

૭. નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો:

  • (a) ખુરશી, પલંગ, ટેબલ, બાળક, કબાટ - અસંગત: બાળક
  • (b) ગુલાબ, ચમેલી, હોડી, હજારીગલ, કમળ - અસંગત: હોડી
  • (c) ઍલ્યુમિનિયમ, લોખંડ, તાંબું, ચાંદી, રેતી - અસંગત: રેતી
  • (d) ખાંડ, મીઠું, રેતી, કૉપર-સલ્ફેટ - અસંગત: રેતી

સૂચિત પ્રવૃત્તિઓ (Projects)

સૂચિત પ્રવૃત્તિ ૧: મેમરી ગેમ (વસ્તુઓને યાદ રાખવાની રમત)

  • ઉદ્દેશ: અવલોકન શક્તિ અને યાદશક્તિ સુધારવાનો.
  • કેવી રીતે રમશો:
    1. એક ટેબલ પર 10-15 વિવિધ વસ્તુઓ (પેન્સિલ, રબર, સિક્કો, વગેરે) ગોઠવો.
    2. ખેલાડીઓને 30-60 સેકન્ડ માટે વસ્તુઓનું અવલોકન કરવા દો.
    3. ખેલાડીઓ વસ્તુઓ ન જોઈ શકે તેમ કરો.
    4. દરેક ખેલાડીને યાદ હોય તેટલી વસ્તુઓની યાદી બનાવવા કહો.
    5. જે ખેલાડી સૌથી વધુ વસ્તુઓ યોગ્ય રીતે યાદ રાખે તે વિજેતા બને.
  • ચર્ચા: કઈ વસ્તુઓ સહેલાઈથી યાદ રહી અને શા માટે? આનાથી વસ્તુઓના ગુણધર્મો અને જૂથબંધી વિશેની સમજ કેળવાશે.

નોંધ : આપેલ જવાબમાં કે વિગતોમાં કોઇ ભૂલ હોય તો અમારો સંપર્ક trhelpmail@gmail.com પર કરો.