દૈનિક શૈક્ષણિક આયોજન (બાલવાટિકા) | Abhyaskram.in

📝 દૈનિક શૈક્ષણિક આયોજન : દૈનિક બુક (રોજનીશી) બાલવાટિકા

નમસ્કાર શિક્ષકમિત્રો! ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત શરૂ થયેલ 'બાલવાટિકા' માં અભ્યાસ કરાવતા શિક્ષકો માટે વર્ગખંડનું શિક્ષણ વધુ પ્રવૃત્તિમય અને અસરકારક બને તે હેતુથી, અહીં બાલવાટિકાનું સંપૂર્ણ 'ઓનલાઇન દૈનિક શૈક્ષણિક આયોજન' (Daily Lesson Planning Web App) રજૂ કરવામાં આવ્યું છે. આ ડિજિટલ ટૂલની મદદથી તમારે રોજેરોજની ડાયરી લખવા માટે અલગ અલગ મોડ્યુલ કે પુસ્તકો શોધવાની જરૂર નહિ પડે, બધી જ વિગતો તમને મોબાઇલમાં એક ક્લિકે મળી જશે.

🚫 આ આયોજનની કોઈ PDF ફાઈલ નથી: ઘણા શિક્ષકમિત્રોને પ્રશ્ન થાય છે કે આની પીડીએફ મળશે? પરંતુ આ દૈનિક બુક આયોજનની કોઈ પીડીએફ નથી. કારણ કે રોજેરોજ મોબાઈલમાં પીડીએફ વારંવાર ખોલીને તારીખ મુજબ આયોજન શોધવું અને લખવું ખૂબ જ મુશ્કેલ છે. આથી, શિક્ષકોની જ સરળતા માટે અને સમય બચાવવા આ દૈનિક આયોજનને આ રીતે 'ઓનલાઇન' જ બનાવેલ છે, જેથી ફક્ત તારીખ પસંદ કરતા જ આયોજન સામે આવી જાય.

📌 આ વેબ-એપની મુખ્ય વિશેષતાઓ:

  • 🧸 મફત સુવિધા: બાલવાટિકાનું સંપૂર્ણ માસવાર દૈનિક આયોજન (દૈનિક બુક : રોજનીશી) તદ્દન મફત (ફ્રી) છે. કોઇ માસિક સબસ્ક્રીપ્શન નથી.
  • 🧸 તમામ ૮ તાસનું આયોજન: બાલવાટિકાના નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે રોજિંદા ટાઈમ-ટેબલ મુજબ આવતા તમામ ૮ તાસ (Periods) નું સંપૂર્ણ માસવાર દૈનિક આયોજન.
  • 🎯 સંપૂર્ણ શૈક્ષણિક માહિતી: દરેક તારીખ અને તાસ મુજબ કરવાની થતી શિક્ષક-વિદ્યાર્થી પ્રવૃત્તિ, અધ્યયન નિષ્પત્તિ, શૈક્ષણિક મુદ્દાઓ અને ઉપયોગમાં લેવાના TLM (સાધનો) ની સચોટ વિગતો.

💡 એપનો ઉપયોગ કરવા માટેની અગત્યની સૂચનાઓ:

  • સૌથી પહેલા ઉપર આપેલા મેનુમાંથી માસ (Month) પસંદ કરો.
  • ત્યારબાદ નીચે આપેલા તારીખ સ્લાઇડર (Date Slider) માંથી આજની અથવા તમારી પસંદગીની તારીખ પર ક્લિક કરો.
  • નવો ડેટા સીધો ક્લાઉડ સર્વર પરથી લોડ થતો હોવાથી, પેજ ખૂલવામાં ૨ થી ૩ સેકન્ડનો સમય લાગી શકે છે. જો ડેટા લોડ ન થાય તો ઉપર આપેલા 'રિફ્રેશ (Refresh)' બટન પર ક્લિક કરો.
  • રવિવાર કે જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્યની જગ્યાએ 'સાપ્તાહિક રજા' નો મેસેજ જોવા મળશે.
ડેટા લોડ થઈ રહ્યો છે...

વાર્ષિક દૈનિક શૈક્ષણિક આયોજન Beta

બાલવાટિકા (સર્વાંગી વિકાસ) - વર્ષ ૨૦૨૬-૨૭

Abhyaskram.in

તારીખ સ્લાઇડર