દૈનિક શૈક્ષણિક આયોજન (ધોરણ 9 થી 10) | Abhyaskram.in

📝 દૈનિક શૈક્ષણિક આયોજન: દૈનિક બુક (રોજનીશી) ધોરણ 9 અને 10

નમસ્કાર શિક્ષકમિત્રો! ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે વર્ગખંડનું શિક્ષણ કાર્ય વધુ સરળ, આયોજનબદ્ધ અને અસરકારક બનાવવા માટે અહીં વિશેષ 'ઓનલાઇન દૈનિક શૈક્ષણિક આયોજન' (Daily Lesson Planning Web App) રજૂ કરવામાં આવ્યું છે. આ ડિજિટલ ટૂલની મદદથી તમે ધોરણ 9 અને 10 ના તમામ વિષયોની રોજેરોજની નોંધ અને અધ્યયન નિષ્પત્તિઓ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ગમે ત્યારે જોઈ શકો છો. હવે તમારે રોજેરોજની ડાયરી લખવા માટે કે શૈક્ષણિક મુદ્દાઓ શોધવા માટે અલગ અલગ પુસ્તકો જોવાની જરૂર નહિ પડે. આ સંપૂર્ણ માસવાર દૈનિક આયોજન (દૈનિક બુક : રોજનીશી) તદ્દન મફત (ફ્રી) છે. કોઇ માસિક સબસ્ક્રીપ્શન નથી.

🚫 આ આયોજનની કોઈ PDF ફાઈલ નથી: ઘણા શિક્ષકમિત્રોને પ્રશ્ન થાય છે કે આની પીડીએફ મળશે? પરંતુ આ દૈનિક બુક આયોજનની કોઈ પીડીએફ નથી. કારણ કે રોજેરોજ મોબાઈલમાં પીડીએફ વારંવાર ખોલીને તારીખ મુજબ આયોજન શોધવું અને લખવું ખૂબ જ મુશ્કેલ છે. આથી, શિક્ષકોની જ સરળતા માટે અને સમય બચાવવા આ દૈનિક આયોજનને આ રીતે 'ઓનલાઇન' જ બનાવેલ છે, જેથી ફક્ત તારીખ પસંદ કરતા જ આયોજન સામે આવી જાય.

📌 આ વેબ-એપની મુખ્ય વિશેષતાઓ:

  • 📚 તમામ વિષયોનું આયોજન: ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત જેવા તમામ વિષયોનું એક જ જગ્યાએ સચોટ માર્ગદર્શન.
  • 🎯 સંપૂર્ણ શૈક્ષણિક માહિતી: દરેક તારીખ મુજબ જે-તે વિષયનો એકમ, શૈક્ષણિક મુદ્દા, શિક્ષક-વિદ્યાર્થી પ્રવૃત્તિ, TLM (શૈક્ષણિક સાધનો), અને ગૃહકાર્ય (Homework) ની વિગતો.
  • 🎨 સહ-અભ્યાસિક વિષયોની ખાસ નોંધ: ચિત્ર, સંગીત અને કમ્પ્યુટરનો તાસ અઠવાડિયામાં તમારી શાળાના ટાઈમ ટેબલ મુજબ આવતો હોવાથી તમારે તે મુજબ જ લખવો. શારીરિક શિક્ષણ (P.T.) નો તાસ પણ ટાઈમ ટેબલ મુજબ નોંધવો.

💡 એપનો ઉપયોગ કરવા માટેની અગત્યની સૂચનાઓ:

  • સૌથી પહેલા ઉપર આપેલા મેનુમાંથી માસ (Month) અને ધોરણ (Standard) પસંદ કરો.
  • ત્યારબાદ નીચે આપેલા તારીખ સ્લાઇડર (Date Slider) માંથી આજની અથવા તમારી પસંદગીની તારીખ પર ક્લિક કરો.
  • નવો ડેટા સીધો ક્લાઉડ સર્વર પરથી લોડ થતો હોવાથી, પેજ ખૂલવામાં ૨ થી ૩ સેકન્ડનો સમય લાગી શકે છે. જો ડેટા લોડ ન થાય તો ઉપર આપેલા 'રિફ્રેશ (Refresh)' બટન પર ક્લિક કરો.
  • રવિવાર કે જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્યની જગ્યાએ 'સાપ્તાહિક રજા' નો મેસેજ જોવા મળશે.
ડેટા લોડ થઈ રહ્યો છે...

વાર્ષિક દૈનિક શૈક્ષણિક આયોજન Beta

ધોરણ 9 અને 10 (તમામ વિષયો) - વર્ષ 2026-27

Abhyaskram.in

તારીખ સ્લાઇડર