સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 22 માર્ગ-સલામતી : વાહનો અને માર્ગ: સ્વાધ્યાય

સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 22 માર્ગ-સલામતી : વાહનો અને માર્ગ: સ્વાધ્યાય


૧. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો:

  • (1) ટ્રાફિક સિગ્નલની સમજ આપો.

    ટ્રાફિક નિયમન સિગ્નલને અનુસરવું તે દરેક વાહનચાલકની ફરજ છે. જંક્શન પર ત્રણ રંગનાં ટ્રાફિક સિગ્નલ હોય છે: લાલ, લીલું અને પીળું.

    1. લાલ બત્તી (Red Traffic Signal) :

    • (1) ચાર રસ્તા પર લાલ બત્તી હોય ત્યારે સ્ટૉપ-લાઈનની પહેલાં વાહન થોભાવવું.
    • (2) લાલ બત્તી ચાલુ હોય તે વખતે ડાબી બાજુ વળવા માંગતા વાહનચાલક તેની જમણી તરફથી આવતાં વાહનો, માર્ગ ઓળંગતા રાહદારીઓ અને સાઈકલ-સવારોને અગ્રતા આપ્યા બાદ ડાબી તરફ વળી શકે છે.
    • (3) ચાર રસ્તા પર સતત લબૂક-ઝબૂક થતી લાલ બત્તી હોય ત્યારે રાહદારીઓને અને મુખ્યમાર્ગ પરના વાહન-વ્યવહારને અગ્રતા આપ્યા બાદ સલામત જણાય ત્યારે જ આગળ વાહન હાંકવું.

    2. લીલી બત્તી (Green Traffic Signal) :

    • (1) ચાર રસ્તા પર લીલી બત્તી હોય ત્યારે આગળનું રાહદારી ક્રોસિંગ કે ચાર રસ્તા ખાલી હોય, તો જ વાહન આગળ ધપાવવું.
    • (2) ટ્રાફિક નિયમન સિગ્નલ દ્વારા દિશાસૂચક લીલા રંગનું તીર (Green Arrow) પણ પ્રદર્શિત થઈ રહ્યું હોય ત્યારે તે તીરની દિશામાં જ આગળ વધી શકાશે.
    • (3) ટ્રાફિક સિગ્નલ પર લીલી બત્તી થવા સમયે રાહદારી ક્રોસિંગ પર હોય તેવા રાહદારીઓ અને ચાર રસ્તા પર અગાઉથી આવી ગયેલ વાહનોને પસાર થવાનો માર્ગ આપવો.

    3. પીળી બત્તી (Amber Traffic Light) :

    • (1) ચાર રસ્તા પર પીળી બત્તી હોય ત્યારે સ્ટૉપ-લાઈનની પહેલાં કે રાહદારી ક્રોસિંગ કે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલની પહેલાં વાહન થોભાવી દેવું.
    • (2) જે તમારું વાહન સ્ટૉપ-લાઈન પાર કરી ગયું હોય અથવા સ્ટૉપ-લાઈનથી એટલું નજીક હોય કે અચાનક વાહન થોભાવી દેવાથી અથડામણની શક્યતા હોય ત્યારે વાહન થોભાવ્યા વગર સલામત રીતે સિગ્નલ પાર કરી શકાય.
    • (3) સતત લબૂક-ઝબૂક થતી પીળી બત્તી હોય ત્યારે વાહનચાલકે વાહનને ધીમું કરીને રાહદારીઓને અને ચાર રસ્તા પર અગાઉથી હાજર વાહનોને માર્ગ આપ્યા બાદ સાવચેતીથી આગળ વધવું.

૨. નીચેના પ્રશ્નનો મુદાસર ઉત્તર લખો:

  • (1) માર્ગનો અધિકારમાં સમાવિષ્ટ બાબતો જણાવો.

    માર્ગનો અધિકાર (Right of Way) માં નીચે મુજબની બાબતો સમાવિષ્ટ છે:

    • (1) થોભો (STOP) સંકેત: જ્યારે માર્ગ પર 'થોભો'નો સંકેત પ્રદર્શિત હોય ત્યારે સ્ટૉપ-લાઈન પહેલાં થોભી જવું. મુખ્યમાર્ગ પરના વાહન-વ્યવહારને અગ્રતા આપ્યા બાદ જ સાવચેતીપૂર્વક પ્રવેશ કરવો જોઈએ.
    • (2) માર્ગ આપો (Give Way) સંકેત: જ્યારે 'માર્ગ આપો'નો સંકેત પ્રદર્શિત હોય ત્યારે વાહનચાલક વાહન ધીમું કરશે અને તે માર્ગ પરના વાહન-વ્યવહારને અગ્રતા આપશે.
    • (3) રાહદારીઓને પ્રાધાન્ય: 'માર્ગ આપો' કે 'થોભો'ના સંકેત પહેલાં કોઈ રાહદારી ક્રોસિંગ ન હોય તો પણ વાહનચાલક રાહદારીઓને પ્રાધાન્ય આપશે.
    • (4) ઢાળ/ઢોળાવ: ઢાળ કે ઢોળાવવાળા માર્ગ પર તે ઢાળ કે ઢોળાવ ચડી રહેલાં વાહનોને અગ્રતા આપવાની રહેશે.
    • (5) આપાતકાલીન વાહનો: અગ્નિશામક વાહન કે ઍમ્બ્યુલન્સ જેવાં આપાતકાલીન વાહનો પસાર થઈ રહ્યાં હોય ત્યારે વાહનચાલકને તાત્કાલિક પોતાનું વાહન તેના માર્ગમાંથી હટાવી તેને આગળ જવા માટે માર્ગ કરી આપવાનો રહેશે.

૩. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:

  • (1) યુ ટર્ન ક્યારે ન લેવો જોઈએ ?

    નીચે દર્શાવેલ જગ્યાઓએ ક્યારેય યુ ટર્ન ન લેવો જોઈએ:

    • (1) જ્યાં માર્ગ-સંકેતથી અથવા ટ્રાફિક સિગ્નલથી યુ ટર્ન પ્રતિબંધિત હોય ત્યારે.
    • (2) વાહન-વ્યવહાર સતત ચાલુ રહેતો હોય તેવા વ્યસ્ત જાહેર માર્ગો પર.
    • (3) મુખ્યમાર્ગ, ધોરીમાર્ગ કે એક્સપ્રેસ વે પર.
    • (4) એક કે બેવડા સળંગ સફેદ કે પીળા પટ્ટાને પાર કરીને.
  • (2) પીળી બત્તી કઈ બાબતો સૂચવે છે ?

    ચાર રસ્તા પર પીળી બત્તી (Amber Traffic Light) નીચેની બાબતો સૂચવે છે:

    • (1) વાહનચાલકે સ્ટૉપ-લાઈનની પહેલાં કે રાહદારી ક્રોસિંગ કે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલની પહેલાં વાહન થોભાવી દેવું.
    • (2) જો વાહન સ્ટૉપ-લાઈન પાર કરી ગયું હોય કે નજીક હોય, તો અથડામણ ટાળવા માટે સલામત રીતે સિગ્નલ પાર કરી શકાય.
    • (3) સતત લબૂક-ઝબૂક થતી પીળી બત્તી હોય ત્યારે વાહનચાલકે વાહનને ધીમું કરીને રાહદારીઓને અને ચાર રસ્તા પર અગાઉથી હાજર વાહનોને માર્ગ આપ્યા બાદ સાવચેતીથી આગળ વધવું.

૪. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

  • (1) બે તરફનો વાહન-વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ ?

    (A) માર્ગની ડાબી તરફ
  • (2) કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહન કઈ બાજુમાં ચલાવવું જોઈએ ?

    (B) માર્ગની ડાબી બાજુ
  • (3) કેવાં વાહનોને આગળ જવા અગ્રતા આપવી ?

    (A) આપાતકાલીન વાહન
  • (4) ડાબી તરફ જવા માંગતા વાહનચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ ?

    (B) પોતાની ડાબી તરફની લેનમાં

આ પ્રકરણનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે.