નમસ્કાર શિક્ષકમિત્રો! 🎓 સ્વાગત છે દૈનિક (રોજનીશી) શૈક્ષણિક આયોજન પોર્ટલમાં (ધોરણ ૩ થી ૫)
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોના સમયનો બચાવ થાય અને વર્ગખંડનું શિક્ષણ વધુ અસરકારક બને તે હેતુથી, અહી ધોરણ ૩, ૪ અને ૫ નું સંપૂર્ણ 'દૈનિક શૈક્ષણિક આયોજન' (Daily Lesson Plan) ડીજીટલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. હવે તમારે રોજેરોજની ડાયરી લખવા માટે કે શૈક્ષણિક મુદ્દાઓ શોધવા માટે અલગ અલગ પુસ્તકો જોવાની જરૂર નહિ પડે.
🚫 આ આયોજનની કોઈ PDF ફાઈલ નથી: ઘણા શિક્ષકમિત્રોને પ્રશ્ન થાય છે કે આની પીડીએફ મળશે? પરંતુ આ દૈનિક બુક આયોજનની કોઈ પીડીએફ નથી. કારણ કે રોજેરોજ મોબાઈલમાં પીડીએફ વારંવાર ખોલીને તારીખ મુજબ આયોજન શોધવું અને લખવું ખૂબ જ મુશ્કેલ છે. આથી, શિક્ષકોની જ સરળતા માટે અને સમય બચાવવા આ દૈનિક આયોજનને આ રીતે 'ઓનલાઇન' જ બનાવેલ છે, જેથી ફક્ત તારીખ પસંદ કરતા જ આયોજન સામે આવી જાય.
📌 આ સ્માર્ટ આયોજનમાં કઈ-કઈ માહિતી મળશે?
- 📖 તમામ વિષયોનો સમાવેશ: ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી જેવા મુખ્ય વિષયોનું દૈનિક આયોજન.
- 🎨 સહ-અભ્યાસિક વિષયોની ખાસ નોંધ: ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ (પી.ટી.) અને કાર્યાનુભવનો તાસ અઠવાડિયામાં માત્ર એક જ વખત આવતો હોય છે. આથી શિક્ષકમિત્રોએ પોતાની શાળાના ટાઇમ-ટેબલ મુજબ જે દિવસે તાસ આવતો હોય, તે દિવસે જ ફક્ત એક વખત પોતાની ડાયરીમાં આ વિષય લખવો.
- 🎯 અધ્યયન નિષ્પત્તિ અને પ્રવૃત્તિઓ: દરેક તાસ મુજબ લેટેસ્ટ Learning Outcomes (અધ્યયન નિષ્પત્તિઓ), શૈક્ષણિક મુદ્દાઓ, અને શિક્ષક-વિદ્યાર્થી પ્રવૃત્તિની સ્પષ્ટ વિગતો.
- 🛠️ TLM અને ગૃહકાર્ય: વર્ગખંડમાં કયા શૈક્ષણિક સાધનો (TLM) જોઈશે અને વિદ્યાર્થીઓને શું ગૃહકાર્ય આપવું, તેનું માર્ગદર્શન.
- 🎒 બેગલેસ ડે (Bagless Day): દર શનિવારે શાળાઓમાં ઉજવાતા 'આનંદદાયી શનિવાર' માટેની ખાસ પ્રવૃત્તિઓ અને રમતોનું આયોજન.
💡 ઉપયોગ કેવી રીતે કરવો?
આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. ઉપર આપેલા બોક્સમાંથી તમારો માસ (Month) અને ધોરણ (Class) પસંદ કરો. ત્યારબાદ નીચે આપેલા તારીખ સ્લાઇડર પરથી જે-તે દિવસની તારીખ પસંદ કરતા જ, આખા દિવસનું ટાઈમ-ટેબલ અને આયોજન તમારી સ્ક્રીન પર આવી જશે.
વાર્ષિક દૈનિક શૈક્ષણિક આયોજન Beta
ધોરણ ૩, ૪ અને ૫ (તમામ વિષયો) - વર્ષ ૨૦૨૬-૨૭
Abhyaskram.in