વિજ્ઞાન ધોરણ - 7 પ્રકરણ 6 સજીવોમાં શ્વસન ક્વિજ 1
ક્વિઝ લોડ થઈ રહી છે...
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋
આ ઓનલાઈન ક્વિઝ ધોરણ 7, વિષય વિજ્ઞાન ના પ્રકરણ 6: સજીવોમાં શ્વસન માટે તૈયાર કરવામાં આવી છે.
🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?
- ✅ કોષીય શ્વસન: કોષીય શ્વસનની વ્યાખ્યા અને ખોરાક (ગ્લુકોઝ)માંથી શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા.
- ✅ જારક અને અજારક શ્વસન: ઓક્સિજનની હાજરીમાં થતું જારક શ્વસન અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતું અજારક શ્વસન.
- ✅ સ્નાયુઓમાં અજારક શ્વસન: ભારે કસરત વખતે સ્નાયુકોષોમાં અજારક શ્વસનથી લૅક્ટિક એસિડનો ભરાવો થવો અને સ્નાયુ ખેંચાઈ જવાની ક્રિયા.
- ✅ શ્વાસોચ્છ્વાસ અને શ્વસનદર: શ્વાસોચ્છ્વાસની ક્રિયા, શ્વસનદર અને શારીરિક પ્રવૃત્તિઓ અનુસાર શ્વસનદરમાં થતો ફેરફાર.
- ✅ મનુષ્યનું શ્વસનતંત્ર: મનુષ્યનું શ્વસનતંત્ર તથા શ્વાસ અને ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ તથા ઉરોદરપટલનું હલનચલન.
- ✅ વાયુઓનું પ્રમાણ: શ્વાસ અને ઉચ્છ્વાસની હવામાં ઓક્સિજન તથા કાર્બન ડાયૉક્સાઈડની ટકાવારીનું પ્રમાણ.
- ✅ અન્ય પ્રાણીઓમાં શ્વસન: વંદામાં શ્વસનછિદ્રો અને શ્વાસનળીતંત્ર, અળસિયામાં ભીની ત્વચા તથા દેડકામાં ત્વચા અને ફેફસાં દ્વારા શ્વસન.
- ✅ જળચર પ્રાણીઓમાં શ્વસન: માછલી જેવા જળચર પ્રાણીઓમાં ઝાલરો (ચૂઈ) દ્વારા પાણીમાં ઓગળેલા ઓક્સિજન વડે શ્વાસોચ્છ્વાસ.
- ✅ વનસ્પતિમાં શ્વસન: વનસ્પતિના પર્ણોમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વાતવિનિમય અને મૂળ દ્વારા જમીનની હવાનું શોષણ.
📝 ક્વિઝ કેવી રીતે આપવી?
નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.
બેસ્ટ ઓફ લક! ✨