વિજ્ઞાન ધોરણ - 10 પ્રકરણ 10 માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા ક્વિજ 1

વિજ્ઞાન ધોરણ - 10 પ્રકરણ 10 માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા ક્વિજ 1

ક્વિઝ લોડ થઈ રહી છે...

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો! 👋

આ ક્વિઝ ધોરણ 10, વિષય વિજ્ઞાન ના પ્રકરણ 10: માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા માટે તૈયાર કરવામાં આવી છે.

🎯 આ ક્વિઝમાં કયા અગત્યના મુદ્દાઓ આવરી લેવાયા છે?

  • માનવ-આંખની રચના: પારદર્શકપટલ, કનીનિકા, કીકી, નેત્રમણિ અને નેત્રપટલનાં વિશિષ્ટ કાર્યો.
  • સમાવેશ-ક્ષમતા: સિલિયરી સ્નાયુઓ વડે થતી આંખની સમાવેશ-ક્ષમતા તેમજ સ્પષ્ટ દૃષ્ટિનું લઘુતમ અંતર અને દૂરબિંદુ.
  • દૃષ્ટિની ખામીઓ: લઘુદૃષ્ટિ (Myopia), ગુરુદૃષ્ટિ (Hypermetropia) અને પ્રેસબાયોપીઆ જેવી દૃષ્ટિની મુખ્ય ખામીઓ.
  • ખામીઓનું નિવારણ: યોગ્ય અંતર્ગોળ, બહિર્ગોળ કે બાયફોકલ લેન્સના ઉપયોગ દ્વારા દૃષ્ટિની ખામીઓનું નિવારણ.
  • પ્રિઝમ દ્વારા વક્રીભવન: કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન અને વિચલનકોણ.
  • પ્રકાશનું વિભાજન: કાચના પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું સાત રંગોમાં (જાનીવાલીપીનારા) વિભાજન અને મેઘધનુષ્યની પ્રાકૃતિક રચના.
  • વાતાવરણીય વક્રીભવન: વાતાવરણીય વક્રીભવનને કારણે તારાઓનું ટમટમવું તેમજ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત.
  • પ્રકીર્ણન અને ટિન્ડલ અસર: પ્રકાશનું પ્રકીર્ણન, ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશનો વાદળી રંગ અને ભય દર્શાવતા સિગ્નલમાં લાલ રંગનો ઉપયોગ.

📝 ક્વિઝ કેવી રીતે આપવી?

નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને છેલ્લે 'સબમિટ' બટન પર ક્લિક કરીને તરત જ તમારું રિઝલ્ટ જાણો.

બેસ્ટ ઓફ લક! ✨